તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભરૂચ જિલ્લાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ફોર્મ ભરવાની કામગીરી પુર્ણ થઇ ગઇ છે. ત્યારે ફોર્મ ભરનારા ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થતાં આંકડાકિય વિગતો જોઇએ તો જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલીકાની 348 સીટ માટે કુલ ભરાયેલાં 1497 ફોર્મ પૈકી સૌથી વધુ 563 ફોર્મ ભાજપના ઉમેદવારોએ ભર્યાં છે. જ્યારે કોંગ્રેસે 494 અને બીટીપીએ 182 ફોર્મ ભર્યાં છે. જિલ્લા પંચાયતમાં આ વખતે પણ ત્રિપાંખિયો જંગ ખેલાય તેવી શક્યતાઓ દેખાઇ રહી છે. ભરૂચ જિલ્લાની સ્થાનિક સ્વરાજની ત્રણેય સંસ્થાઓ જિલ્લા પંચાયત, 9 તાલુકા પંચાયત અને 4 નગર પાલિકામાં 348 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે.
ત્યારે દરેક પક્ષ દ્વારા તેમના ઉમેદવારો પાસે ફોર્મ ભરાવી દીધાં છે. જિલ્લાની વિવિધ ચૂંટણી કચેરીઓમાં કુલ 1497 ફોર્મ ભરાયાં હતાં. જે પૈકી ભાજપમાંથી 563, કોંગ્રેસમાંથી 494, બીટીપીમાંથી 182, AIMIMમાંથી માત્ર 20 અને AAPમાંથી 34 ઉમેદવારોએ ફોર્મ ભર્યાં છે. ઉપરાંત અપક્ષમાંથી 188 જ્યારે એનસીપીમાંથી 10, બીએસપીમાંથી 5, બીએમપીમાંથી માત્ર એક ફોર્મ ભરાયું છે.ભરૂચ જિલ્લાના રાજકારણમાં છોટુ વસાવા સામાન્યત: ઝઘડિયા, વાલિયા અને નેત્રંગ પંથકમાંથી જ તેમના ઉમેદવારો ઉભા રાખતાં હતાં.
પહેલાં જેડી(યુ) અને હાલમાં બીટીપીના છોટુ વસાવાએ આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આવૈસી સાથે ગઠબંધન કર્યું છે. ત્યારે તેમના ગઠબંધનમાં 182 સીટો પર બીટીપીના ઉમેદવારો જ્યારે 20 સીટો પર AIMIMના ઉમેદવારો ઉભા કરવામાં આવ્યાં છે.જોકે, તેમના ગઠબંધનના કારણે કેટલાંય બીટીપીના કાર્યકરોએ પક્ષમાંથી રાજીનામું આપી ભાજપનો ખેસ પહેર્યો છે. ત્યારે ચૂંટણીના પરિણામ બાદ જ છોટુ વસાવાનો ઓવૈસી સાથે બંધનનો નર્ણય ફાયદાકારક રહેશે કે કેમ તે જોવું રહ્યું
સંસ્થા | ભાજપ | કોંગ્રેસ | BTP | AIMIM | AAP | NCP | BMP | BSP | અપક્ષ | કુલ |
જિલ્લા પંચાયત | 65 | 53 | 28 | 2 | 3 | 1 | 0 | 0 | 11 | 163 |
નગર પાલિકા | ||||||||||
ભરૂચ | 55 | 58 | 14 | 7 | 13 | 8 | 0 | 0 | 33 | 188 |
અંક્લેશ્વર | 32 | 39 | 15 | 0 | 2 | 0 | 0 | 4 | 9 | 101 |
જંબુસર | 51 | 23 | 4 | 0 | 0 | 0 | 0 | 0 | 74 | 151 |
આમોદ | 36 | 40 | 14 | 0 | 2 | 0 | 0 | 4 | 16 | 112 |
તાલુકા પંચાયત | ||||||||||
ભરૂચ | 58 | 48 | 4 | 3 | 5 | 1 | 1 | 0 | 8 | 128 |
અંક્લેશ્વર | 50 | 45 | 6 | 1 | 2 | 0 | 0 | 0 | 7 | 111 |
નેત્રંગ | 18 | 16 | 20 | 0 | 0 | 0 | 0 | 0 | 4 | 58 |
વાગરા | 35 | 31 | 2 | 3 | 4 | 0 | 0 | 0 | 7 | 82 |
હાંસોટ | 30 | 30 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 2 | 62 |
વાલિયા | 26 | 21 | 24 | 0 | 0 | 0 | 0 | 0 | 2 | 73 |
ઝઘડિયા | 34 | 28 | 41 | 0 | 0 | 0 | 0 | 0 | 1 | 104 |
જંબુસર | 42 | 30 | 4 | 1 | 1 | 0 | 0 | 0 | 11 | 89 |
આમોદ | 31 | 32 | 6 | 3 | 2 | 0 | 0 | 0 | 3 | 77 |
કુલ | 563 | 494 | 182 | 20 | 34 | 10 | 1 | 5 | 188 | 1497 |
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.