તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:ભરૂચ જિલ્લામાં નવા 143 કેસ કોવિડ સ્મશાને 33ને અગ્નિદાહ

ભરૂચ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સૌથી વધુ ભરૂચમાં 48, અંક્લેશ્વરમાં 39 કેસ: કુલઆંક 8478 થયો
  • જિલ્લામાં 3ના ડેથ ઓડિટ રિપોર્ટ આવતાં સરકારી મૃત્યુઆંક 85એ પહોંચ્યો

ભરૂચ જિલ્લામાં કોરોના મહામારીનો કહેર યથાવત દેખાઇ રહ્યો છે. જિલ્લામાં રોજના 100થી વધું કોરોના પોઝિટિવના કેસો સામે આવી રહ્યાં છે. જોકે તેની સામે રિકવરી રેસિયો પણ ઉંચો રહેવાને કારણે એકંદરે આંશિક રાહત અનુભવાઇ રહી છે. ઉલ્લેખનિય છે કે, જિલ્લામાં કોરોનાથી મૃત્યુનાી સંખ્યા વધુ નોંધાઇ રહી છે. રોજના 30થી વધુ લોકો કોરોના મહામારીના ચપેટમાં આવવાથી મોતને ભેંટી રહ્યાં છે.

ભરૂચ જિલ્લામાં આજે મંગળવારે કોરોનાના નવા 143 કેસ નોંધાતાં જિલ્લાનો કુલઆંક 8478 પર પહોંચ્યો છે. જેમાં ભરૂચમાં સૌથી વધુ 48, અંક્લેશ્વરમાં 39, આમોદમાં 11, નેત્રંગમાં 10, વાગરામાં 9, જંબુસરમાં 8, હાંસોટમાં 7 તેમજ વાલિયા અને ઝઘડિયામાં 5-5 કેસ નોંધાયો હતો. સોમવારે 186 લોકો સાજા થતાં અત્યાર સુધીમાં 6802 લોકોને રજા આપવામાં આવી છે. જ્યારે હાલમાં 1591 એક્ટિવ કેસ છે. જિલ્લાના 3 દર્દીઓના ડેથ ઓડિટ રિપોર્ટ આવતાં સરકારી ચોપડે મૃત્યુઆંક 85 થયો હતો. જોકે, કોવિડ સ્મશાન ખાતે આજે મંગળવારે 33 લોકોને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો.

હાલમાં 1591 એક્ટિવ કેસ પૈકી 429 લોકો હોમ આઇસોલેશનમાં જ્યારે 92 લોકો કોવિડ કેર સેન્ટરમાં, 229 કોવિડ હેલ્થ સેન્ટરમાં જ્યારે 841 લોકો કોવિડ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 7481 કન્ટેઇનમેન્ટ એરિયા નક્કી કરાયાં છે. જે પૈકી હાલમાં 1371 એક્ટિવ ઝોનમાં છે. જેમાં 466 વિસ્તાર શહેરમાં અને 905 ગ્રામ્ય વિસ્તારમાં છે.

અન્ય સમાચારો પણ છે...