તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:ભરૂચ જિલ્લામાં નવા 131 કેસ, 81 લોકો સાજા થયાં

ભરૂચ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોઝિટિવનો આંક 8927 થયો, 1769 એક્ટિવ

ભરૂચ જિલ્લામાં કોરોના મહમારીના કારણે પોઝિટિવ કેસોની સંખ્યા સતત 100થી વધુ નોંધાઇ રહ્યાં છે. શુક્રવારે પણ જિલ્લામાં નવા 131 કેસ નોંધાયાં હતાં. જેમાં ભરૂચ અને અંક્લેશ્વરમાં 36-36 કેસ નોંધાયાં હતાં. જ્યારે ઝઘડિયામાં 18, આમોદમાં 10, હાંસોટમાં 9, જંબુસર અને વાગરામાં 7-7, નેત્રંગમાં 6 તેમજ વાલિયામાં 2 કેસ મળી કુલઆંક 8927 પર પહોંચ્યો હતો.

શુક્રવારે 81 લોકો સાજા થતાં અત્યાર સુધીમાં 7066 લોકોને રજા અપાઇ છે. જ્યારે હાલમાં 1769 એક્ટિવ કેસ છે. જે પૈકીના 559 લોકો હોમ આઇસોલેશનમાં જ્યારે 938 લોકો કોવિડ હોસ્પિટલમાં, 207 લોકો કોવિડ હેલ્થ સેન્ટરમાં તેમજ 65 લોકો કોવિડ કેર સેન્ટરમાં સારવાર લઇ રહ્યાં છે. કોવિડ સ્મશાન ખાતે શુક્રવારે 23 લોકોને અગ્નિદાહ અપાયાં હતાં. જ્યારે બે દર્દીઓના ઓડિટ રિપોર્ટ આવતાં સરકારી ચોપડે મૃત્યુઆંક 92 પર પહોંચ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...