પંચાયતની કચેરીઓમાં:ભરૂચ જિલ્લામાં સરંપચના પદ માટે 1305, સભ્ય માટે 6542 ફોર્મ ભરાયા

ભરૂચ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાની તાલુકા પંચાયતની કચેરીઓમાં ઉમેદવારોની હોડ લાગી
  • કહાન ગામે​​​​​​​ ​​​​​​​વિકાસના​​​​​​​ અભાવે ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યાં

ભરૂચ જિલ્લામાં ચૂંટણીને લઇને ધમધમાટ જોવા મળી રહ્યો છે. જિલ્લાની તાલુકા પંચાયત-મામલતદારની કચેરીઓ પર ફોર્મ ભરવા માટે ઉમેદવારોના ટોળા જામી રહ્યાં છે. ઉમેદવારો તેમજ તેમના ટેકેદારોમાં પણ ચૂંટણીને લઇને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શુક્રવારે સાંજ સુધીમાં સામાન્ય અને પેટા ચૂંટણીના સરપંચ તેમજ સભ્યની ઉમેદવારી માટે કુલ 7847 ફોર્મ ભરાયાં છે. જેમાં સાથી વધુ ઝઘડિયામાં 1446 ફોર્મ ભરાયાં છે.

ભરૂચ જિલ્લાની ગ્રામપંચાયતોમાં સામાન્ય ચૂંટણી તેમજ પેટા ચૂંટણીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. તાલુકા પંચાયત તેમજ મામલતદાર કચેરીઓ ખાતે સરપંચ તેમજ સભ્યની ઉમેદવારીના ફોર્મ ભરવા માટે ભારે ભીડ જોવા મળી રહી છે. જિલ્લામાં શુક્રવારે સાંજ સુધીમાં કુલ 7847 ફોર્મ ભરાયાં હતાં. જેમાં સામાન્ય ચૂંટણીમાં સરપંચ માટે 1297 જ્યારે સભ્યના ઉમદવાર તરીકે 6533 ફોર્મ ભરાયાં છે.

તાલુકા મુજબ ફોર્મની વિગત

તાલુકોસરપંચસભ્ય
જંબુસર290852
આમોદ108520
ભરૂચ164914
વાગરા139710
અંક્લેશ્વર85535
હાંસોટ69274
ઝઘડિયા2431203
વાલિયા141742
નેત્રંગ138783
કુલ12976533
અન્ય સમાચારો પણ છે...