ઉજવણી:ભરૂચ જિલ્લામાં 108ના કર્મચારીઓએ રંગોળી બનાવી દિવાળીની ઉત્સાહભેર ઉજવણી કરી

ભરૂચ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કર્મચારીઓનું મો મીઠું કરાવી પ્રકાશના પર્વને મનાવવામાં આવ્યો

દેશભરમાં દિવાળીની ઉત્સાહભર ઉજવણી કરવામા આવી રહી છે, ત્યારે ભરુચ જિલ્લાના 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓએ પણ દિવાળીની ઉજવણી કરી હતી. 108ના કર્મચારીઓએ 108ના લોકેશન પર રંગોળી બનાવી અને દીપક પ્રગટાવીને દિવાળી પર્વની ઉજવણી કરી છે.

ભરુચ જિલ્લાના પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકર તથા ડિસ્ટ્રિક્ટ ઓફિસર અશોક મિસ્ત્રીનાં નેજા હેઠળ 108ના કર્મચારી સતત ખડેપગે રહી લોકોને તહેવારોમાં સેવા આપી રહ્યા છે. કર્મચારીઓને પોતાના પરિવારથી દૂર રહીને બીજાના પરિવારનું દુખ સહન ન કરવું પડે તેથી તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. કર્મચારીઓનું મો મીઠું કરાવી પ્રકાશના પર્વને મનાવવામાં આવ્યો હતો.

નોર્મલ દિવસ કરતા તહેવારના દિવસે ઈમરજન્સી વધવાની શક્યતાઓ વધુ હોય છે. જેથી 108 ઇમર્જન્સી સેવાના કર્મચારીઓ દ્વારા તહેવારમા પૂર્વ તૈયારીનું આયોજન કર્યુ છે. કોઈ પણ જાત ની ઈમરજન્સીને પહોંચી વડવા ખડે પગે ત્યાર રહે છે.

અન્ય સમાચારો પણ છે...