તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્રોશ:ભરૂચમાં પેટ્રોલ ડીઝલના વધતા ભાવ સામે કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું

ભરૂચ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જીલ્લા કોંગ્રેસના સભ્યોએ ધારાસભ્યના પેટ્રોલ પંપ ખાતે જઈ વિરોધ નોંધાવ્યો
  • કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કરતા પોલીસે અટકાયત કરી

દેશમાં પેટ્રોલ ડીઝલના વધતા ભાવને લઈને કોંગ્રેસ દ્વારા રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જેમાં ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ધારાસભ્ય દુષ્યંત પટેલના પેટ્રોલ પંપ ખાતે જઈ વિરોધ નોંધાવ્યો હતો. જો કે પોલીસે તેઓની અટકાયત કરી હતી.

ધારાસભ્ય દુષ્યંત પટેલના પેટ્રોલ પંપ ખાતે વિરોધ નોંધાવવામાં આવ્યો

પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. અને કેટલાક સ્થળોએ પેટ્રોલ ડીઝલના ભાવ રૂ.100 ને પાર થઇ ગયા છે. પેટ્રોલ ડીઝલના ભાવ વધતા તેની અસર દરેક ચીજવસ્તુઓ પર જોવા મળે છે. અને પરિણામે મોંઘવારીમાં વધારો થયો છે. ત્યારે આજરોજ કોંગ્રેસ દ્વારા રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ સવારે ધારાસભ્ય દુષ્યંત પટેલના પેટ્રોલ પંપ ખાતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

કોંગ્રેસના આગેવાનો દ્વારા કેન્દ્રની સરકાર સામે વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો

જો કે પોલીસે તેઓની અટકાયત કરી હતી. કોંગ્રેસના આગેવાનો દ્વારા કેન્દ્રની સરકાર સામે વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. અને સરકાર પેટ્રોલ ડીઝલના ભાવોને અંકુશમાં લેવા તદ્દન નિષ્ફળ નીવડી હોવાના આક્ષેપ કાર્ય હતા. વિરોધ પ્રદર્શનમાં જીલ્લા પ્રમુખ, શહેર પ્રમુખ વીકી શોખી સહિતના આગેવાનો જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...