તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તસ્કરી:ભરૂચ શહેરમાં એક જ રાત્રીમાં 3 દુકાનોમાં તસ્કરોનો હાથ ફેરો

ભરૂચ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • તસ્કરોને માત્ર 1300 રૂપિયા જ હાથ લાગ્યાં, પોલીસ ફરિયાદ નોંધાઇ
 • છેલ્લા 4 દિવસમાં શહેરમાં ચોરીની ત્રીજો બનાવ બનતાં લોકોમાં ભય

ભરૂચ શહેરમાં તસ્કરો જાણે બે ખોફ બન્યા હોય તે રીતે ચોરીને અંજામ આપી રહ્યાં છે. ચાર દિવસમાં જ તસ્કરોએ એ ડિવિઝન પોલીસ મથક હદની ત્રણ દુકાનોને નિશાન બનાવી હતી.જોકે હવે તો જાહેરમાર્ગો અને દુકાનોમાં પણ સીસીટીવી કેમેરા હોવા છતાં પણ તસ્કરો બિન્દાસ પણે ચોરીને અંજામ આપી રહ્યા છે.ત્યારે ભરૂચ સોમવારની રાત્રી તસ્કરોએ ત્રાટકીને અલગ સ્થળે ચોરી કરીને અંધારામાં પાલયન થઈ ગયા હતા.જેમાં નંદેલાવ વિસ્તારમાં આવેલી જૂની આરટીઓ કચેરીની બાજુમાં ઘ્વીજ પ્લાઝા હરિઓમ નગરની બાજુમાં પટેલ ટ્રેડસ નામની દુકાન આવેલી છે.

જેને તસ્કરોએ નિશાન બનાવીને દુકાનના શટલ ઊંચા કરીને 500 રૂપિયાની જયારે આ શોપિંગમાં આવેલી ભુમી મેચિંગ નામની દુકાનનું પણ શટલ તોડીને કાઉન્ટરમાં મુકેલા 400 રૂપિયાની ચોરી કરીને પાલયન થઈ ગયા હતા.જયારે રેલ્વે ગોદી ઉપર ટેકનિકલ સ્કૂલની સામે ઋત્વા પેલેસમાં મારુતિ બુક સ્ટોર નામની દુકાન આવેલી છે.જેને પણ તસ્કરોએ નિશાન બનાવતા તેમાંથી પણ માત્ર તેમને 400 રૂપિયાની ચોરી કરીને અંધારામાં પાલયન થઈ ગયા હતા.સદર ત્રણેય દુકાનોમાં ચોરીના મામલે વેપારીઓએ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો