તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ભરૂચ શહેરમાં 8 મંદિર, 9 દુકાનોમાં ચોરી કરતી ગેંગના 4 શખ્સો ઝડપાયા

ભરૂચ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • છેલ્લા એક મહિનાથી પેંધા પડેલા તસ્કરોની સીસીટીવી ફૂટેજથી કડી મળી

ભરૂચ શહેરમાં છેલ્લાં એક મહિનાથી પેંધા પડેલાં તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો. દરમિયાનમાં તાજેતરમાં તસ્કર ટોળકીઓએ ત્રણ દુકાનોમાં હાથ ફેરો કર્યો હતો. જેમાં એક સ્થળના સીસીટીવી કેમેરાના ફૂટેજમાં તસ્કરો કંડેરાઇ જતાં તેના આધારે ભરૂચ એ ડિવિઝન પોલીસની ટીમે તપાસ હાથ ધરી હતી.

દરમિયાનમાં પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, ચોરીને અંજામ આપનાર ટોળકીના સાગરિતો મામલતદાર કચેરીની પાછળ રેલવે પાટા પાસેની ઝૂપડપટ્ટીમાં રહેતાં દાહોદના શ્રમજીવીઓ છે. જેેના પગલે ટીમે દરોડા પાડી મહેશ શનુ ભુરિયા, અલ્કેશ ચુનીલાલ ગણાવા, કરણ રત્ના ભાભોર તેમજ અર્જૂન શંકર મોહણીયાને પોલીસે ઝડપી પાડ્યાં હતાં. પોલીસે તેમની પુછપરછ હાથ ધરતાં તેમણે ચોંકવાનારી કબુલાત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, તેઓ છેલ્લાં એક મહિનાથી શહેરમાં વિવિવિધ સ્થળે ચોરીઓને અંજામ આપી છે. છેલ્લાં એક મહિનામાં તેમણે 11 રાત્રે અલગ અલગ જગ્યાએ ચોરીઓ કરી હોવાનું કબુલ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો