તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઘરે જ વેક્સિનેશન:ભરૂચમાં હવે 45 વર્ષ કે તેથી વધુ ઉંમરના શહેરીજનોને ઘર આંગણે કોરોના વેક્સિન મળી રહેશે

ભરૂચ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 25 કે તેથી વધુ લોકો સોસાયટી, ફ્લેટમાં હશે ત્યાં પાલિકાની ટીમ આવી વેક્સિન આપશે

ભરૂચ નગર પાલિકા દ્વારા 45 કે તેથી વધુ ઉંમરના શહેરીજનોને ઘર આંગણે કોરોના વેક્સિન મળી રહેશે. જેના માટે શુક્રવારથી વેક્સિન @ યોર ડોર સ્ટેપ પહેલ શરૂ કરાઇ છે. જેમાં 25 કે તેથી વધુ લોકો સોસાયટી, ફ્લેટમાં હશે ત્યાં પાલિકાની ટીમ આવી વેક્સિન મૂકી આપશે.

સુવિધાનો લાભ લેવા 25 કે તેથી વધુ લોકો હોવા ખૂબ જરૂરી

પાલિકા વિસ્તારમાં કોઈપણ ફળિયા, ફ્લેટ, શેરી, સોસાયટી કે સ્થળે 25 કે તેથી વધુ લોકો વેક્સિન માટે હશે, તો પાલિકાએ આ માટે નિયુક્ત કરેલા 3 ટીમ લીડરને કોલ કરવાનો રહેશે. તેમાં શહેરમાં વેક્સિન તમારા ઘર આંગણે સુવિધાનો લાભ લેવા 25 કે તેથી વધુ લોકો હોવા ખૂબ જરૂરી છે. જેઓએ આ અંગે ટીમ લીડર કલ્પનાબેન ઉપાધ્યાય મો. 95740 07010, અમર પટેલ 9574007014 અને કમલેશ ગોસ્વામી 95740 07040 નો સંપર્ક કરવાનો રહેશે.

સુવિધા અયોધ્યાનગરના સંતોષીનગર વિસ્તારમાં હાથ ધરાઈ

કોરોના વેક્સિન માટે 45 કે તેથી વધુ ઉંમરના વિસ્તારમાં 25 કે તેથી વધુ લોકો હોવાની માહિતી આપતા જ તારીખ અને સમય નક્કી કરી ઘર આંગણે વેક્સિનેશન આપવામાં આવશે. શુક્રવારે આ સુવિધાની પહેલ શહેરના અયોધ્યાનગરના સંતોષીનગર વિસ્તારમાં હાથ ધરાઈ હતી. જેનો લોકો તરફથી સારો પ્રતિસાદ મળવા સાથે તેને આવકારવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...