તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હું તેમની સાથે સહમત છું:Dy. CMના હિન્દુવાદી નિવેદનને યોગ્ય ઠેરવતા પાટીલે કહ્યું, નીતિનભાઈએ આવનારા દિવસોનું ભવિષ્ય જોઈ વાસ્તવિકતાનું વર્ણન કર્યું

ભરૂચએક મહિનો પહેલા
  • ગાંધીનગરમાં એક કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આપેલું ભાષણ દેશભરમાં ચર્ચામાં રહ્યું
  • BJP પ્રમુખ સી. આર.પાટીલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નિવેદનને યથાર્થ ગણાવ્યું

ગાંધીનગરમાં ભારતમાતા મંદિરમાં ભારતમાતાની મૂર્તિ પ્રતિષ્ઠા કાર્યક્રમ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આપેલું ભાષણ દેશભરમાં ચર્ચામાં રહ્યું હતું. જે નિવેદન અંગે આજે ભરૂચ અને અંકલેશ્વર આવેલા ગુજરાત પ્રદેશ BJP પ્રમુખ સી.આર.પાટીલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નિવેદનને યથાર્થ ગણાવ્યું છે. સી. આર પાટીલે કહ્યું હતું કે, મને લાગે છે કે, નીતિનભાઈએ આવનારા દિવસોનું ભવિષ્ય જોઈ ને વાસ્તવિકતાનું વર્ણન કર્યું છે. હું નીતિન ભાઈ સાથે સહમત છું, નાયબ મુખ્યમંત્રીએ આવનાર દિવસોનું ભવિષ્ય જોઇ હિંદુ અંગેની વાત કરી વાસ્તવિકતાનું વર્ણન કર્યું છે.

નીતિન પટેલના નિવેદનને યથાર્થ ગણાવ્યું
રવિવારે ભરૂચ અને અંકલેશ્વર આવેલા ગુજરાત પ્રદેશ BJP પ્રમુખ સી. આર.પાટીલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નિવેદનને યથાર્થ ગણાવ્યું છે. સી.આર પાટીલે કહ્યું હતું કે, મને લાગે છે કે, નીતિનભાઈએ આવનારા દિવસોનું ભવિષ્ય જોઈને વાસ્તવિકતાનું વર્ણન કર્યું છે. આજે આપણે અફઘાનિસ્તાનમાં જોઈ રહ્યાં છે કે, જેવી રીતે ત્યાં સરકાર તૂટી અને તાલિબાનીઓએ ત્યાં કબજો લીધો. આખી દુનિયામાં એની અસરો જોવા મળી રહી છે. ત્યારે નીતિનભાઈએ અગમચેતી રીતે જ જ્યાં સુધી દેશમાં હિંદુઓની બહુમતી છે ત્યાં સુધી જ દેશમાં બંધારણ અને કાયદો છે જે વાત સાથે સી. આર પાટીલે પોતે સહમત હોવાનું કહ્યું હતું.

દેશમાં જે દિવસે હિન્દુઓ લઘુમતીમાં આવી જશે તે પછી કશું જ બાકી નહીં રહે
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, દેશમાં જે દિવસે હિન્દુઓ લઘુમતીમાં આવી જશે તે પછી કશું જ બાકી નહીં રહે. હિન્દુઓની સંખ્યા ઘટી તે જ દિવસથી કોર્ટ કચેરી નહીં રહે, કાયદો નહીં રહે, લોકશાહી નહીં રહે, બંધારણ નહીં રહે અને બધું જ હવામાં ઊડી જશે, દફનાવી દેવામાં આવશે. નીતિન પટેલે રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા તથા ભાજપના નેતાઓ, પદાધિકારીઓની હાજરીમાં આ નિવેદનો આપ્યાં હતાં. પટેલે તેમના ભાષણમાં લવ જેહાદ કાયદાને હાઇકોર્ટમાં પડકારનારાઓની ટીકા કરી હતી. સાથે જ તેમણે જવાહરલાલ નહેરુની ઝાટકણી કાઢી હતી અને રામ મંદિર તથા કલમ 370ની નાબૂદી જેવા મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના વખાણ કર્યા હતા. નીતિન પટેલનું નિવેદન વાંચવા અહીં ક્લિક કરો

અન્ય સમાચારો પણ છે...