તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સૂચના:ભરૂચમાં રૂપિયા 5ની ચલણી નોટ અને 10ના સિક્કા લેવાનો ઈન્કાર કરનાર સામે થઈ શકે છે રાજદ્રોહની કલમ હેઠળ કાર્યવાહી

ભરૂચ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેર જનતા જોગ સૂચના જારી કરવામા આવી

ભરૂચ જિલ્લાના ગામડાઓ અને શહેરી વિસ્તારોમાં રિઝર્વ બેંકે બહાર પાડેલા ચલણી સિક્કા અને નોટ નહિ સ્વીકારવાની સામે આવેલી બાબતોને લઈ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જે.ડી. પટેલે જાહેર જનતા જોગ સૂચના જારી કરી છે.

ખાસ કરીને 5 રૂપિયાની ચલણી નોટ તથા 10 ના સિક્કાઓ ભારતીય રીઝર્વ બેંક દ્વારા માન્ય કરેલા હોવા છતાં સ્વીકારવાની આનાકાની કરાઈ છે. જો ભારતીય નાગરિક ભારત સરકાર દ્વારા માન્ય કરેલ ચલણી નાણું સ્વીકારવાની ના પાડે તો તેના પર ભારતીય દંડ સહિતાની કલમ 124 એ ( રાજદ્રોહ ) અંતર્ગત કાર્યવાહી કરી શકાય છે. જેથી ચલણી નોટો તથા સિક્કા સ્વીકારવા જાહેર જનતાને જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...