નીરોગી શરીરની કામના:ભરૂચ-અંકલેશ્વરમાં મહિલાઓએ શીતળા માતાનું પૂજન અર્ચન કરી ઠંડું ભોજન આરોગ્યું

ભરૂચ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિવિધ મંદિરે ભક્તોએ માતાજીનું પૂજન અર્ચન કર્યું

પવિત્ર શ્રાવણ માસમાં આવતો મહત્વનો તહેવાર એટલે કે શીતળા સાતમ. આજરોજ શીતળા સાતમના પર્વની ભરૂચ શહેરમાં ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચના વિવિધ મંદિરે ભક્તોએ માતાજીનું પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી અને આખા વર્ષ દરમિયાન નીરોગી રહેવાની કામના કરી હતી.

ઠંડુ ભોજન આરોગ્યું
શીતળા સાતમના આગળનાં દિવસ એટલે કે રાંધણ છઠ્ઠના દિવસે ભોજન બનાવવામાં આવે છે અને સાતમના દિવસે આરોગવામાં આવે છે ત્યારે આજરોજ શીતળા સાતમન નિમિત્તે લોકોએ ઠંડુ ભોજન આરોગ્યું હતું.આવી જ રીતે અંકલેશ્વરમાં પણ મહિલાઓએ શીતળા સાતમના પર્વની શ્રદ્ધાભેર ઉજવણી કરી હતી અને ધાર્મિક રિત રિવાજ અનુસાર પૂજન અર્ચન કરી ઠંડુ ભોજન આરોગ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...