• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • In Bharuch, Ankleshwar And Jambusar, Activities Including Floral Tributes, Blood Donation Camps Were Held On The Death Anniversary Of The Legendary Leader.

મરહુમ અહેમદ પટેલની પુણ્યતિથિ:ભરૂચ, અંકલેશ્વર અને જંબુસરમાં દિગ્ગજ નેતાની પુણ્યતિથિએ પુષ્પાંજલિ, બ્લડ ડોનેશન કેમ્પ સહિતના કાર્યકમો યોજાયા

ભરૂચ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોંગ્રેસના ટ્રબલશૂટર અને રાષ્ટ્રીય નેતા મરહુમ અહેમદ પટેલની આજે શુક્રવારે બીજી પુણ્યતિથિ છે. ત્યારે માદરે વતન અંકલેશ્વર, ભરૂચ અને જંબુસરમાં પુષ્પાંજલિ, બ્લડ ડોનેશન કેમ્પ થકી જનનાયકને શ્રધ્ધાસુમન અર્પવામાં આવ્યાં હતા.
અહેમદભાઈ પટેલની કબર ખાતે જઈને શ્રદ્ધા સુમન અર્પણ કરાયા
કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા અહેમદભાઈ પટેલની બીજી પુણ્યતિથિએ સાંસદ મુકુલ વાસનિક અંકલેશ્વર ખાતે આવ્યાં હતા. તેઓએ મરહુમ અહેમદભાઈ પટેલની કબર ખાતે જઈને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા. અહેમદભાઈ પટેલના પુત્ર ફૈઝલ પટેલ, નાઝુ ફડવાલા પણ ઉપસ્થિત રહ્યા હતા.

નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો
ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે મરહુમ અહેમદ પટેલની પ્રતિમાને ફુલહાર અર્પણ કરાયા હતા. જેમાં જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણા, શહેર પ્રમુખ હરેશ પરમાર, ઝુંબેર પટેલ સહિતના ઉપસ્થિત રહી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. જનનાયક આજે પણ જનજનમાં જીવંત હોવાનું અને તેમની ખોટ ક્યારેય પુરાઈ શકે નહીં તેવી લાગણી વ્યક્ત કરાઈ હતી. જંબુસર તાલુકામાં આવેલ અલ મહેમુદ જનરલ હોસ્પિટલ ખાતે મરહુમ અહેમદ પટેલની દ્વિતીય પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો. જેમાં વિવિધ રોગનું નિદાન અને સારવાર કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો જરૂરિયાતમંદ લોકોએ લાભ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...