તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:ભરૂચ અંક્લેશ્વરમાં જ 77.09 ટકા કેસ, રિકવરી રેટ 95.31 ટકા થયો

ભરૂચ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં કોરોના પોઝિટિવના નવા 21 કેસ સાથે કુલ આંક 3034
  • ભરૂચમાં 15, અંક્લેશ્વરમાં 4 અને ઝઘડિયામાં 2 કેસ નોંધાયાં

ભરૂચ જિલ્લામાં કોરોનાના કેસોની સંખ્યા પુન: વધી રહી છે. તેમાંય ભરૂચ અને અંક્લેશ્વરમાં કેસોની સંખ્યા વધુ જોવા મળી રહી છે. આંકડાકિય માહિતી જોઇએ તો જિલ્લામાં આજના 21 કેસ સાથે નોંધાયેલાં કુલ 3034 કેસ પૈકી 77.09 ટકા કેસ માત્ર ભરૂચ અને અંક્લેશ્વરમાં જ નોંધાયાં છે. આજે નોંધાયેલાં કેસો પૈકી પણ 15 કેસ ભરૂચ શહેરમાં જ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં 2892 સાજા થતાં રિકવરી રેટ 95.31ટકાનો થયો છે.ભરૂચ જિલ્લામાં દિવાળી બાદ કોરોનાના કેસોમાં પાછો ઉછાળો જોવા મળી રહ્યો છે. છેલ્લાં 4 દિવસમાં રોજના 15થી 20 કેસ નોંધાતાં જિલ્લાનો કુલ આંક 3034 પર પહોંચી ગયો છે.

જિલ્લાની અત્યાર સુધીની આંકડાકિય માહિતી જોઇએ તો જિલ્લાના 9 તાલુકા પૈકી ભરુચ અને અંક્લેશ્વરમાં જ સૌથી વધુ કેસ નોંધાયાં છે. જિલ્લાના કુલ કેસ પૈકી 77.69 કેસ ભરૂચ-અંક્લેશ્વરના નોંધાયાં છે. જેમાં ભરૂચમાં 1252 તેમજ અંક્લેશ્વરમાં 1087 કેસ નોંધાયાં છે. આજે નોંધાયેલાં 21 કેસો પૈકી સૌથી વધુ 15 કેસ માત્ર ભરૂચમાં જ નોંધાયાં હતાં. જ્યારે અંક્લેશ્વરમાં 4 અને ઝઘડિયામાં 2 કેસ નોંધાયાં છે. જિલ્લામાં આજે 21 દર્દીઓ સાજા થતાં અત્યાર સુધીમાં 2892 લોકોને રજા આપવામાં આવતાં જિલ્લાનો રિકવરી રેટ 95.31 થયો છે.

જ્યારે હાલમાં હોમ આઇસોલેશનમાં 76 અને કોવિડ હોસ્પિટલમાં 34 લોકો મળી કુલ 111 લોકો સારવાર લઇ રહ્યાં છે. જિલ્લામાં આજે કોરોનાથી એક પણ દર્દીનું મોત નહીં થતાં તંત્રએ રાહત અનુભવ્યો હતો. સરકારી ચોપડે હજી માત્ર 31 નો જ મૃત્યુઆંક દર્શાવાયો છે. ડેથ ઓડિટ રિપોર્ટ નહીં આવવાને કારણે કોરોનાની સારવાર વેળાં મૃત્યુ પામેલાં દર્દીઓનો સમાવેશ સરકારી આંકમાં થયો નથી.

અન્ય સમાચારો પણ છે...