હાશકારો:ભરૂચ અને નર્મદામાં મેઘરાજાએ વિરામ લેતાં લોકો-તંત્રને હાશકારો

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચમાં પાંચ જ તાલુકામાં સામાન્ય વરસાદ, નર્મદામાં દિવસભર ઉઘાડ બાદ સાંજે વરસાદ

ભરૂચ નર્મદા જિલ્લામાં રેડ એલર્ટ વચ્ચે બે દિવસ ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના કારણે અનેક નિચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતી સર્જાઇ હતી. દરમિયાનમાં આજે બુધવારે પણ ભરૂચ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હોય સ્થિતી વધુ વિકટ બને તેવી ભિતી સેવાઇ રહી હતી. જોકે, ગઇકાલે મધ્યરાત્રી બાદ વાતાવરણમાં પલટા સાથે વરસાદ વરસવાનો બંધ થઇ ગયો હતો બુધવારે દિવસભર એકંદરે કોરો દિવસ રહેતાં એક સમયે રેડ એલર્ટ જાહેર થતાં લોકોમાં જે ભિતી પ્રસરી હતી તેમાં રાહત થઇ હતી.

ભરૂચ જિલ્લામાં બુધવારે સવારના 6થી સાંજના 6 વાગ્યા સુધીમાં માત્ર 5 તાલુકાઓમા઼ સામન્ય વરસાદ નોંધાયો હતો. જેમાં નેત્રંગમાં 7મીમી, વાલિયામાં 3 મિમી, હાંસોટમાં 2 મિમી તેમજ અંક્લેશ્વર અને જંબુસરમાં 1-1 મિમી વરસાદ વરસ્યો હતો. બીજી તરફ નર્મદા જિલ્લામાં પણ મેઘરાજાએ વિરામ લીધો હતો. નર્મદા જિલ્લામાં ગરૂડેશ્વરમાં 8 મિમી, ડેડિયાપાડામાં 39 મિમી, નાંદોદમાં 33 મિમી અને સાગબારામાં 24 મિમી વરસાદ વરસ્યો હતો. બન્ને જિલ્લામાં વરસાદે વિરામ લેતાં વહિવટી તંત્ર પણ તુરંત કામે લાગી ગયું હતું. વિવિધ વિસ્તારોમાં જ્યાં પાણી ભરાયાં હતાં. ત્યાં નુકશાનીની વિગતો મેળવવા સાથે માર્ગોનું રિપેરિંગ તેમજ સફાઇ સહિતની કામગીરી ચાલુ કરવાની કવાયત વહિવટી તંત્રએ શરૂ કરી હતી .

અન્ય સમાચારો પણ છે...