ગ્રામપંચાયત ચૂંટણી:ભરૂચમાં સવારે કાતિલ ઠંડીમાં નિરસ મતદાન બાદ દિવસ ચઢતા મતદારો ઉત્સાહભેર મતદાન માટે જોડાયા

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં બે-ત્રણ છૂટી છવાઈ ઘટનાને બાદ કરતાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાઈ
  • યુવા, મહિલા અને વૃદ્ધ ગ્રામ્ય મતદારો ઉત્સાહભેર મતદાન માટે જોડાયા

ભરૂચ જિલ્લાની 413 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યુ છે. સવારે કડકડતી ઠંડીના કારણે શરૂઆતના કલાકોમાં મતદાન ઠંડુ રહ્યું હતું. જોકે, દિવસ ચઢતા જ મતદારો મતદાન મથકે આવવા લાગ્યા હતા.

જિલ્લામાં બે-ત્રણ ઘટનાઓ અને છમકલાંને બાદ કરતાં એકંદરે ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં ચાલી રહી છે. જિલ્લાની 413 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સવારે 7 થી 9 કલાક સુધી 878 મતદાન મથકોએ કાતિલ ઠંડીને લઈ મતદાન નીરસ જોવા મળ્યું હતું. જોકે, જેમ જેમ સૂરજ ઉપર ચઢતા મતદાન મથકોએ પણ ગ્રામ્ય મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા ઉમટવાના શરૂ થઈ ગયા હતા.

બપોર સુધીમાં જિલ્લામાં સરપંચ અને સભ્યો માટે સરેરાશ મતદાન 30 ટકાએ પહોંચી ગયું હતું. વાલિયા તાલુકાના ડેહલી ગામ અને વાલિયામાં ચૂંટણી ટાણે છમકલાં અને બૂથ કેપ્ચર કરાયું હોવાના આક્ષેપ સાથે હોબાળો મચી ગયો હતો. જોકે, બે-ત્રણ છમકલાંની ઘટનાઓને બાદ કરતાં જિલ્લામાં ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં આગળ ધપી હતી.

જિલ્લા ચૂંટણી અધિકારી કલેક્ટર તુષાર સુમેરાએ મતદાન મથકોની મુલાકાત લઈ જરૂરી નિરીક્ષણ કર્યું હતું. સરપંચ પદના 1176 અને વોર્ડ સભ્ય માટે 6987 ઉમેદવારોમાં પણ ચૂંટણીને લઈ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ભરૂચ, અંકલેશ્વર, વાલિયા, વાગરા, હાંસોટ, નેત્રંગ, જંબુસર, આમોદ અને ઝઘડિયા તાલુકાના ગામોની ચૂંટણીમાં મહિલા, પુરુષ, વૃદ્ધ ગ્રામ્ય મતદારોમાં ચૂંટણીને લઈ ઉત્સાહ જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...