વોટરપ્રૂફ રાખી કવર:ભરૂચમાં બહેનની રાખી ભાઈ સુધી સુરક્ષિત પહોંચે તે માટે પોસ્ટ દ્વારા વોટરપ્રુફ કવરની વ્યવસ્થા કરાઇ

ભરૂચ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોસ્ટ વિભાગને 4000 રાખી વોટર પ્રુફ કવરની ફાળવણી
  • 10નું કવર ફર્સ્ટ કલાસ મેઈલ તરીકે ડિલિવરીમાં પ્રાથમિકતા

ભાઈ બહેનના પવિત્ર રક્ષાબંધન પર્વને લઈ બહેનની રાખી સુરક્ષિત ભાઈ સુધી પહોંચે તે માટે ભરૂચ પોસ્ટ વિભાગ દ્વારા વોટર પ્રુફ કવરની આ વખતે ખાસ વ્યવસ્થા કરાઈ છે. જિલ્લા પોસ્ટ વિભાગને બન્ને જિલ્લાની પોસ્ટ ઓફીસ માટે 4000 વોટર પ્રુફ રાખડી કવર ફાળવવામાં આવ્યા છે. માત્ર 10 રૂપિયાનું આ કવર રાખડીને વરસાદી મૌસમમાં સુરક્ષિત રાખી ભાઈ સુધી પોહચડશે.

બે દિવસમાં ડિલિવરી કરાશે
ભરૂચ ડાક ઘર અધિક્ષક આર.બી. ઠાકોર અને અભિષેક કેસરીએ જણાવ્યું હતું કે, વોટર પ્રુફ કવરમાં રાખડીની ડિલિવરીને ફર્સ્ટ કલાસ મેઈલ તરીકે પ્રાથમિકતા અપાઈ છે. હેન્ડ ટુ હેન્ડ ડિલિવરી બે દિવસમાં જ કોઈ પણ સ્થળે પહોંચડવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...