લાંચ લેતા રંગેહાથ ઝડપાયો:ભરૂચમાં ટ્રાફિક કોન્સ્ટેબલ ટેમ્પો ચાલક પાસેથી લાંચ લેતા ઝડપાયો

ભરૂચ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે છટકું ગોઠવી કોન્સ્ટેબલને રંગેહાથ ઝડપી પાડ્યો
  • ટેમ્પો ચાલક પાસે એન્ટ્રી કરાવવા માટે કોન્સ્ટેબલે રૂપિયા 50ની લાંચની માંગણી કરી હતી

ભરુચમાં ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ લાંચ લેતા રંગેહાથ ઝડપાયો હતો. નેશનલ હાઇવે પર આવેલી નર્મદા ચોકડી વિસ્તારમાં એન્ટ્રી માટે ટેમ્પો ચાલક પાસે કોન્સ્ટેબલે 50 રૂપિયાની લાંચ લેતા ભરૂચ એ.સી.બીની ટીમે ઝડપી પાડ્યો હતો.

ભરૂચ નેશનલ હાઇવે રોડ ઉપર આવેલા નર્મદા ટોલ નાકા પહેલા અને ટોલ નાકા પછીના પોલીસ પોઈન્ટ પર પોલીસ જવાનો અને ટી.આર.બી.ના જવાનો વાહન ચાલકો પાસેથી એન્ટ્રી માટે લાંચ માગી રહ્યા હોવાની જાગૃત નાગરિકે ફરિયાદ કરી હતી. જે ફરિયાદને પગલે એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.વી.વસાવાએ ભરુચ નેશનલ હાઇવે પર આવેલી નર્મદા ચોકડી વિસ્તારમાં છટકું ગોઠવ્યું હતું.

આ દરમિયાન ભરૂચ ખાતે હાઇવે રોડ ઉપર આવેલા ટોલ નાકા પહેલાં ટેમ્પો ચાલક પાસે એન્ટ્રી કરાવવા માટે કોન્સ્ટેબલે રૂપિયા 50ની લાંચની માંગણી કરી હતી. તે દરમિયાન ટેમ્પો ચાલક પાસે લાંચ લેતા ટ્રાફિક પોલીસના કોન્સ્ટેબલ નિતીન વસાવાને એસીબીની ટીમે રંગેહાથ ઝડપી પાડ્યો હતો. પોલીસે તેના વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...