ધરપકડ:ભરૂચમાં સમાજ કલ્યાણ અધિકારી 10 હજારની લાંચ લેતા પકડાયો, ACBએ છટકું ગોઠવી ઝડપી પાડ્યો

ભરૂચ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

ભરૂચ સમાજ કલ્યાણ કચેરીના મદદનીશ સમાજ કલ્યાણ અધિકારીએ લાંચના રૂા. 10 હજારને અડક્યા વગર જ લેવાનો કિમીયો અજમાવ્યો હતો. અધિકારીએ સમાજ કલ્યાણ કચેરીના પાર્કિંગમાં મુકેલી કારમાં ફરિયાદીને બોલાવ્યો હતો. કારનું એસી ચાલુ કરી અડધો કલાક સુધી વાતચીત કર્યા બાદ લાંચના રૂપિયા જાતે સ્વીકારવાના બદલે કારના ડ્રોઅરમાં મૂકાવી દીધા હતાં. દરમિયાન ફરિયાદીએ મોબાઇલથી ઇશારો કરતાં એસીબીની ટીમે અધિકારીને ઝડપી પાડ્યો હતો. 

અન્ય સમાચારો પણ છે...