તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:ભરુચમાં બેંકના અધિકારીની ઓળખ આપીને રૂપિયા 46 હજારથી વધુની છેતરપિંડી કરતાં પોલીસ ફરિયાદ નોંધાઈ

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એસ.બી.આઈ.બેંકના અધિકારીની ઓળખ આપી ગઠિયાએ બે વાર ફોન કર્યાં

ભરુચ જિલ્લામાં છેતરપિંડીની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. ભેજાબાજો કંઇને કંઇ કરીને લોકોને ચકમો આપી પૈસાની ઉઠાતરી કરી લેતા હોય છે. આવો જ એક કિસ્સો ફરી પ્રકાશમાં આવ્યો છે. ભરૂચની જલારામધામ સોસાયટીના રહીશને એસ.બી.આઈ.બેંકના કસ્ટમર કેરના અધિકારીની ઓળખ આપી ગઠિયાએ રૂપિયા 46 હજારથી વધુની છેતરપિંડી કરતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

ભરુચના અપના ઘરની પાછળ આવેલી જલારામધામ સોસાયટીમાં રહેતા ગિરીશભાઈ પ્રજાપતિ ઝઘડીયાની બોરોસીલ કંપનીમાં ફોર ક્લિપ ઓપરેટર તરીકે નોકરી કરે છે. જે ગત તારીખ-05-12-2020ના રોજ પોતાના ઘરે હતા તે દરમિયાન એસ.બી.આઈ.બેંકના કસ્ટમર કેરમાંથી ફોન આવ્યો હતો અને ફોન ધારકે તેઓ પાસે ક્રેડિટ કાર્ડની ડિટેલ માંગી હતી.

ગિરીશભાઈએ ક્રેડિટ કાર્ડની ડિટેલ ન આપતા તેઓની પર ફરી બીજા નંબર પરથી ફોન આવ્યો હતો અને ઓટીપી મોકલી નંબર ન આપવા છતાં તેઓના ક્રેડિટ કાર્ડમાંથી રૂપિયા 46 હજારથી વધુ ઉપાડી લઈ તેઓ સાથે છેતરપિંડી કરી હતી. જે અંગે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...