• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • In Bharuch, A Meeting Of Congress Conveners Will Be Held In The Presence Of Arjun Modhwadia, Public Relations Programs Will Be Worked Out For The Assembly Elections

બેઠક:ભરૂચમાં અર્જુન મોઢવાડીયાની હાજરીમાં કોંગ્રેસના સંયોજકોની બેઠક મળશે, વિધાનસભાની ચૂંટણીને લઈ જનસંપર્કના કાર્યકમો ઘડી કાઢવામાં આવશે

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સંગઠનને વધુ મજબૂત કરી બુથ મેનેજમેન્ટને મજબૂત બનાવવામાં આવશે
  • જિલ્લા કોંગ્રેસ દ્વારા સહકારમંત્રીના ભાઈ વિજય પટેલનું બહુમાન કરાયું

ભરૂચ જિલ્લામાં કોંગ્રેસ કાર્યાલય ખાતા આગામી તારીખ 16 સપ્ટેમ્બરના રોજ અર્જુન મોઢવાડીયાના આગમનને લઈ અગત્યની બેઠક મળી હતી. જેમાં બેઠકના પ્રારંભે તાજેતરમાં કોંગ્રેસમાં જોડાનારા હાંસોટના સહકારી આગેવાન અને સહકાર મંત્રીના ભાઈ વિજયસિંહ પટેલનું બહુમાન કરી તેઓને આવકારવામાં આવ્યાં હતા.

બુથ વાઇસ સંયોજકો નિમવામાં આવશે

16 મીએ રાજપૂત છાત્રાલય ખાતે અર્જુન મોઢવાડીયાની ઉપસ્થિતિમાં સંયોજકોની બેઠક મળવાની છે. જેમાં સંગઠનને વધુ મજબૂત કરી બુથ મેનેજમેન્ટને મજબૂત બનાવવામાં આવશે. કોંગ્રેસ દ્વારા બુથ વાઇસ સંયોજકો નિમિ જન જન સુધી પહોંચી પ્રજાની સમસ્યાઓને વાચા આપવા સાથે આગામી વિધાનસભા ચૂંટણીને લઈ જનસંપર્કના કાર્યકમો પણ ઘડી કાઢવામાં આવશે. કોંગ્રેસની બેઠકમાં જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણા, શહેર પ્રમુખ વિક્કી શોખી, આગેવાન સંદીપ મંગરોલા, સમશાદ અલી સૈયદ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...