દંડની કામગીરી:ભરૂચમાં માસ્ક વગર ફરતા 60 લોકો દંડાયા, ‌રૂ.60 હજારનો દંડ

ભરૂચ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે અલગ-અલગ ટીમો બનાવી માસ્ક દંડ વસુલાત કામગીરી કરી
  • જિલ્લામાં કોરોનાના કેસોમાં વધારો થતા સરકારી ગાઇડલાઇન મુજબ કામગીરી

જિલ્લામાં કોરોના કેસોનો પુનઃ વિસ્ફોટ જોવા મળી રહ્યો છે. ત્યારે પોલીસ હવે લોકોને ગાઈડલાઈનનું પાલન કરાવવા માટે કડક અમલવારી કરી રહી છે. શહેરમાં માસ્ક દંડની કામગીરી માટે એ ડિવિઝન પોલીસ મથકમાં ત્રણ ટીમ બનાવવામાં આવી છે. જાહેર સ્થળોએ માસ્ક ન પહેરનાર લોકો પાસેથી દંડની રકમ વસૂલ કરવામાં આવી રહી છે. એ ડિવિઝન પોલીસના પીઆઈ એ.કે.ભરવાડે જણાવ્યું હતું કે,જિલ્લામાં કોરોનાના કેસોમાં વધારો થતાં સરકારની ગાઇડલાઈન મુજબ માસ્ક પહેરવું ફરજીયાત હોય હાલમાં ટીમો દ્વારા માસ્ક વિના ફરતા લોકો સામે દંડની કામગીરી કરાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...