તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:ભરૂચમાં કોરોનાના 32 કેસ કોવિડ સ્મશાને 6ને અગ્નિદાહ

ભરૂચ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાનો કુલ કેસ 10505, જ્યારે એક્ટિવ કેસ 376

ભરૂચમાં કોરોનાની બીજી લહેરની અસર ઘટવા લાગી છે. જિલ્લામાં એક સમયે રોજના 150થી 200 કેસ નોંધાઇ રહ્યાં છે. ત્યાં હાલમાં 50થી પણ ઓછા કેસ સામે આવી રહ્યાં છે. શનિવારે પણ જિલ્લામાં માત્ર 32 જ કેસ નોંધાતાં આરોગ્ય વિભાગે હાશકારો લીધો હતો. જિલ્લાનો પોઝિટિવનો કુલઆંક 10505 પર પહોંચ્યો છે. જોકે, તે પૈકીના હાલમાં 376 જ એક્ટિવ કેસ છે. જ્યારે 10015 લોકો સાજા થયાં છે. કોવિડ સ્મશાનમાં શનિવારે 6 લોકોની અંતિમ ક્રિયા કરવામાં આવી હતી.

ભરૂચ જિલ્લામાં કોરોનાનું સંક્રમણનો આંક દિનપ્રતિદિન ઘટી રહ્યો હોવાને કારણે લોકો હવે રાહતનો શ્વાસ લઇ રહ્યાં છે. નોંધનિય છે કે, હવે સરકાર દ્વારા તમામ પ્રકારની છુટછાટ આપવામાં આવી રહી છે. ત્યારે લોકો દ્વારા કોરોનાથી બચવા માટે સ્વજાગૃતિ દાખવે તે જરૂરી છે. જિલ્લામાં શનિવારે નવા 32 કેસ નોંધાયાં હતાં.

અન્ય સમાચારો પણ છે...