તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:ભરૂચ-3 મહાનગરોમાં 85 ઘરફોડ ચોરી કરનાર સિકલીગર ટોળકીના 3 ઝડપાયાં

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાઇક પર આવી ઇકો ચોરી રાતે ઘરોને નિશાન બનાવી ચોરી બાદ કાર મૂકી નાસી જતા

ભરૂચના લીંક રોડ ઉપર આવેલી પારિજાતક સોસાયટી ખાતે એક બંધ મકાનના નકુચા તોડી ₹3.36 લાખના સોનાના દાગીની ચોરીની ફરિયાદ 7 મે ના રોજ નોંધાઇ હતી. LCB ટીમ દ્વારા સરકારના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ Video Integration & State wide Advance Security ( VISWAS) ના ભરૂચ શહેરમાં લગાવવામાં આવેલ એડવાન્સ CCTV કેમેરાના ફુટેજ તેમજ પોકેટ કોપ મોબાઇલ તથા હ્યુમન ઇન્ટેલિજન્સથી તપાસ હાથ ધરી હતી.મળેલી હકીકત આધારે આ ચોરીના ગુનાને અંજામ આપનાર સીકલીગર ગેંગના 3 રીઢા આરોપીઓને રોકડા રૂપિયા તથા ચોરી કરવામાં ઉપયોગ કરેલ બાઇક સહીત ઝડપી લીધા હતા.

સિકલીગર ગેંગના જસપાલસીંગ ઉર્ફ જેપીસીંગ અનંતસીંગ ઉર્ફ નંદુસીંગ સીકલીગર રહે. ચૌટાનાકા હસ્તીતળાવ નવીનગરી ગુરુદ્વારા પાસે અંક્લેશ્વર, લાખનસીંગ લાલસીંગ બાવરી ( સીકલીગર ) રહે - હાલ- ન્યુ કસક ગુલબીનો ટેકરો ભરૂચ મુળ રહે- વાડજ અને જોગીન્દરસીંગ ઉર્ફ જોગી ઉર્ફે કબીર સંતોકસીંગ સીકલીગર રહે . હાલ- ન્યુ કસક ગુલબીનો ટેકરો ભરૂચ મુળ રહે સત્યનારાયણ સોસાયટી રણોલી વડોદરા ઝડપાતા ભરૂચ શહેરમા પારીજાતક સોસાયટી, આનંદનગર અને ચાવજમાં ચોરીની કબૂલાત કરી હતી. PSI એ.એસ.ચૌહાણ, વાય.જી.ગઢવી સહિતની ટીમે ત્રણેય આરોપી પાસેથી રોકડા ₹50000, બાઇક,3 મોબાઈલ કબ્જે કર્યા હતા.

રાજ્યમાં 85 ઘરફોડમાં આગાઉ પકડાયેલા
જસપાલસીંગ અગાઉ ભરૂચ , અંક્લેશ્વર , અમદાવાદ , સુરત તથા વડોદરા ખાતે 70 થી વધુ ઘરફોડ ચોરી ના ગુનાઓમાં પકડાયેલ છે. લાખનસીંગ અમદાવાદ , ભરૂચ તથા અંક્લેશ્વર 5 જેટલી ચોરીમાં અને જોગીન્દરસીંગ નેત્રંગ , વાલીયા , અંક્લેશ્વર શહેર , જીઆઇડીસી તથા નર્મદા જીલ્લાના ડીડીયાપાડા પો.સ્ટે . મા 6 થી વધુ ચોરીના ગુનામાં પકડાયો છે.

અન્ય સમાચારો પણ છે...