સહાય:ભરૂચમાં 181 અભયમની ટીમે 6 વર્ષમાં 4500 મહિલાઓને સહાયતા પહોંચાડી

ભરૂચ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • ગંભીર પ્રકારના 900 કેસમાં સ્થળ પર પહોંચી રેસ્ક્યુ ટીમે મદદ કરી
  • 553 જેટલા કેસોમાં મહિલાઓને પરિવાર સાથે સમાધાન કરાવ્યું

ગુજરાત સરકારે 8 માર્ચ વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણીના દિવસે મહિલાઓ સાથે થતી ઘરેલુ હિંસા,છેડતી, જેવી તમામ નિંદનીય બનાવો અટકાવવા 181 અભયમ મહિલા હેલ્પ લાઈનની શરૂઆત કરવામાં આવી હતી. આ 181 અભયમ મહિલા હેલ્પ લાઇનના 6 વર્ષ સફળતા પૂર્વક પૂર્ણ થયા છે.આ અભયમ 24 કલાક 365 દિવસ કાર્યરત છે.જેમાં મહિલાઓને ઘરેલુ હિંસા,સહિતની વિવિધ પ્રકારની હિસાથી બચાવવા માટે તેમજ છેડતી કે પછી પતિ પત્નીના ઝઘડા સહિતની તમામ મુશ્કેલીથી બચાવવા આ હેલ્પ લાઈન કાર્યરત છે.

મહિલાઓને કોઈ પણ સમસ્યાઓથી ઉગારવા સલાહ કે પછી માર્ગ દર્શન પૂરું પાડવું તેમજ પતિ પત્નીના ઝઘડાનું પણ સમાધાન આ હેલ્પ લાઈન કરે છે. તે ઉપરાંત સરકારની વિવિધ યોજનાઓની પણ માહિતી મહિલાઓ સુધી પહોંચાડે છે.વાત કરીએ ભરૂચ જિલ્લાની તો વર્ષ 2021 દરમિયાન અભયમ 181 મહિલા હેલ્પલાઇનને કોલ દ્વારા 4500 મહિલાઓને સહાયતા પહોંચાડી હતી. જેમાંથી ખુબજ જ ગંભીર પ્રકારના 900 જેટલા કેસમાં સ્થળ પર પહોંચી અભયમ રેસ્ક્યુ ટીમ દ્વારા મદદ પહોંચાડવામાં આવી હતી.વર્ષે 553 જેટલા કેસોમાં સમાધાન કરાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...