કોરોના અપડેટ:ભરૂચમાં કોરોનાના 12 કેસ કોવિડ સ્મશાને 2ને અગ્નિદાહ

ભરૂચએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જિલ્લાનો કુલઆંક 10517, એક્ટિવ કેસ 340

ભરૂચ જિલ્લામાં કોરોનાનો આંક દિવસેને દિવસે સતત ઘટી રહ્યો છે. ત્યારે રવિવારે જિલ્લામાં માત્ર 12 જ નવા પોઝિટિવ કેસ નોંધાતાં જિલ્લાનો કુલાઆંક 10,517 પર પહોંચ્યો હતો. કોવિડ સ્મશાન ખાતે પણ મૃતકોની સંખ્યા ઘટતાં તંત્રએ રાહત અનુભવી છે. જિલ્લામાં રવિવારે આરોગ્ય વિભાગની 888 ટીમો દ્વારા 18,234 ઘરોમાં રહેતાં 58,120 લોકોનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લામાં કોરોના મહામારીના કેસોની સંખ્યા દિનપ્રતિદિન ઘટી રહી છે. માર્ચ, એપ્રિલ અને મે મહિનામાં કોરોનાના કેસોની સંખ્યાએ ઉછાળો મારતાં રોજના 150થી 200 કેસ નોંધાઇ રહ્યાં હતાં.

જેની સામે હવે સંક્રમિતોનો આંક ઘટીને 50થી ઓછો થઇ ગયો છે. રવિવારે પણ જિલ્લામાં માત્ર 12 જ કોરોના પોઝિટિવના કેસ નોંધાયાં હતાં. જેમાં ભરૂચમાં 3, અંક્લેશ્વરમાં 2, જંબુસરમાં 2, ઝઘડિયામાં 2, વાગરામાં 2 અને હાંસોટમાં 1 કેસ મળી કુલઆંક 10517 પર પહોંચ્યો હતો. રવિવારે 47 દર્દીઓ સાજા થતાં અત્યાર સુધીમાં 10062 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે હાલમાં હોમ આઇસોલેશનમાં 125, કોવિડ કેર સેન્ટરમાં 5, કોવિડ હેલ્થ સેન્ટરમાં 53 અને ડેઝિગ્નેટેડ કોવિડ હોસ્પિટલમાં 157 લોકો મળી કુલ 340 દર્દીઓ સારવાર હેઠળ છે.

અન્ય સમાચારો પણ છે...