તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધુળેટીમાં ખૂની ખેલ ખેલાયો:અંકલેશ્વરના સેંગપુર ગામે કૂતરાને કલર લગાડતાં મહિલાએ પિયરથી ભાઈઓ બોલાવી યુવકની હત્યા કરાવી દીધી

ભરૂચ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નવ શખ્સઓએ યુવાનને માર મારી મોતને ઘાટ ઉતારી દીધો
 • યુવકનુ મોત થતા માતાએ મહિલા સહિત નવ આરોપી સામે ફરિયાદ નોંધાવી

ધુળેટી પર્વે કલર લગાવવા જતા હત્યાનો ખૂની ખેલ ખેલાયો હોવાની ઘટના અંકલેશ્વર તાલુકાના સેંગપુર ગામેથી સામે આવી છે. ગામના યુવાને મહિલાના કૂતરાને કલર લગાવતા મહિલાએ પિયરથી ભાઈઓ અને પિયરીયાઓને બોલાવતા નવ શખ્સઓએ યુવાનને માર મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ અંગે અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે મહિલા સહિત નવ આરોપી સામે ફરિયાદ નોંધાઇ છે.

કૂતરાને ધૂળેટીએ કલર લગાવવા બાબતે ખેલાયેલા ખૂની ખેલની મળતી વિગતો મુજબ, સેંગપુર ગામેં ખાડી ફળિયામાં રહેતા મૃતક યુવાન દીલીપ વસાવાએ સંગીતા વસાવાના કૂતરાને ધૂળેટીએ કલર લગાવ્યો હતો. જે અંગે ઝઘડો થયા બાદ સંગીતા વસાવાએ તેના પિયરથી તેના ભાઇઓ તથા અન્ય મળી કુલ નવ લોકોને સેંગપુર ખાતે બોલાવ્યા હતા.

સોમવારે મોડી સાંજે આઠેય આરોપીઓએ એકસંપ થઇ સંગીતા વસાવાના કુતરાને કલર લગાવવા બાબતે થયેલા ઝઘડાના કારણે યુવાન સાથે રહેલા સાહેદો સાથે મારામારી કરી તે દરમિયાન દીલીપ છોડાવવા વચ્ચે પડતા તેને માથામાં લાકડું મારતાં દિલીપને સારવાર માટે વાલિયા PHC સેન્ટર ખાતે ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન રાતે 12.30 કલાકે દિલીપનું મૃત્યુ થયું હતું.

મૃતક યુવાનની માતાની ફરિયાદના આધારે સંગીતાજયંતીભાઈ વસાવા (રહે, સેંગપુર, તા.અંક્લેશ્વર) સંજય જયંતીભાઇ વસાવા, સુજીત જયંતીભાઈ વસાવા, સર્જન ડાયાભાઇ વસાવા, સુરેશ વિરસિંગભાઇ વસાવા, અક્ષય રમેશભાઈ વસાવા, રાજન છત્રસિંગભાઇ વસાવા, સંજય મનવીરભાઇ વસાવા અને નીતીન (તમામ રહે . જીતાલી) સામે ગુનો નોંધી PI એસ.કે.ગામીતે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો