તસ્કરી:અંકલેશ્વરના જીતાલીમાં તસ્કરોએ ધોળા દિવસે મકાનને નિશાન બનાવ્યું, રોકડ સહિત સોના-ચાંદીના ઘરેણાંની ચોરી કરી

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રોકડા રૂપિયા 26 હજાર સહિત સોના-ચાંદીના ઘરેણાં મળી કુલ 2.30 લાખના મુદ્દામાલની ચોરી કરી થયા ફરાર
  • તાલુકા પોલીસે ચોરી અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી

અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામની નવી નગરીમાં તસ્કરોએ એક મકાનને નિશાન બનાવ્યું હતું. સોના-ચાંદીના ઘરેણાં અને રોકડા રૂપિયા 26 હજાર મળી કુલ 2.30 લાખથી વધુની મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા.

અંકલેશ્વરનાં સેંગપૂર રોડ ઉપર આવેલા જીતાલી ગામની નવી નગરીમાં રહેતી ઉજમબેન દીપસિંગ વસાવા ગતરોજ પોતાના ઘરે હતી. તે દરમિયાન ફળિયા રહેતા એક બાળકને પોતાના ઘરે રમવા માટે લઈ આવ્યાં હતા જે બાદ તેઓ બાળકને તેના ઘરે મૂકવા ગયા હતા. તે સમયે તસ્કરોએ તેઓના મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ મુખ્ય દરવાજા ખોલી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને મકાનમાં રહેલા સોના-ચાંદીના ઘરેણાં અને રોકડા રૂપિયા 26 હજાર મળી કુલ 2.30 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ત્યારે આ ચોરીની ઘટના અંગે અંકલેશ્વર તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...