અભયમ દ્વારા આશ્રય:અંકલેશ્વરમાં UPના પરિવારે સગીરાનો અભ્યાસ છોડાવી જબરદસ્તીથી લગ્ન કરાવ્યાં, સાસરિયાઓએ મારઝૂડ કરતા પરિણીતાએ ઘર છોડ્યું

ભરૂચ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સાસરીવાળાઓ માનસિક, શારીરિક હેરાનગતિ કરતા હતા
  • પરિણીતાની માતાએ ઘરે આવવાની ના કહેતા અભયમ ટીમે ઈચ્છાનુસાર વન સ્ટોપ સખી સેન્ટરમાં આશ્રય અપાવ્યો

અંકલેશ્વર તાલુકાના એક ગામમાં સગીરાનો અભ્યાસ છોડાવી UPના પરિવારે 15 દિવસ પેહલા જ જબરદસ્તીથી તેના લગ્ન કરાવી દીધા હતા. જે બાદ સાસરિયા મારઝૂડ કરતા પરિણીતા સાસરી છોડી નીકળી ગઈ હતી. ત્યારે નવ પરિણીતાને 181 અભયમ ટીમે આશ્રય અપાવ્યો છે.

મૂળ યુપીનો પરિવાર અંકલેશ્વર તાલુકાનાં એક ગામમાં રોજગારી માટે આવ્યો હતો. ત્યારે આ પરિવારની બારમા ધોરણમા અભ્યાસ કરતી દીકરીને તેના પરિવારજનોએ અભ્યાસ છોડાવી તેની મરજી વિરુદ્ધ લગ્ન કરાવી દીધા હતા. જે બાદ 15 દિવસના લગ્ન જીવનમાં તેના પતિ દ્વારા મારઝૂડ કરવામાં આવી હતી. તેમજ બે દિવસ પહેલા તેના સાસરી વાળાએ પણ માનસિક શારીરિક હેરાનગતિ કરતા પરણિતા ઘર છોડી નીકળી ગઈ હતી.

ત્યારબાદ પરિણીતાએ તેની માતાને ફોન કર્યો હતો. જેમાં માતાએ તેને કહ્યુ કે, અમે તારા લગ્ન કરાવી દીધા છે તારે હવે ત્યાં જ રહેવાનું છે. જેથી પરણિતાને કઈ સમજ ન પડતા અંકલેશ્વર બસ સ્ટેશનમાં બેસી રહી હતી. જ્યાં એક વ્યક્તિની નજર પડતા તેણે 181 મહિલા હેલપલાઇનમા જાણ કરી હતી. જેથી અભયમ ટીમ દ્વારા કાઉન્સિલ કરી તેની માહિતી મેળવી હતી. ત્યારે પરિણીતા સાસરી કે પિયરમા જવા માગતી ન હોવાથી તેની ઈચ્છાનુસાર વન સ્ટોપ સખી સેન્ટરમાં આશ્રય અપાવવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...