અંકલેશ્વરની ઈ-કોમ એક્સપ્રેસ લિમિટેડ ડિલિવરી સેન્ટરમાં ફ્લિપકાર્ટ પરથી રૂ. 15.77 લાખના ઇલેક્ટ્રિકલ ઉપકરણ મંગાવી પાર્ટ્સ બદલી પરત કરી છેતરપિંડી કરનારા ત્રણ પૈકી એક ગઠિયાને પોલીસે ઝડપી પાડ્યો હતો.
અંકલેશ્વરની વાલિયા ચોકડી રોડ પર ઓમકાર-2 કોમ્પ્લેક્ષમાં ઈ-કોમ એક્સપ્રેસ લિમિટેડનું ડિલિવરી સેન્ટર આવેલું છે. જેમાં છેલ્લા 19 નવેમ્બર 2021થી 27 જાન્યુઆરી 2022 સુધી એક લેપટોપ અને એ.એમ.ડી રાઈઝન પ્રોસેસર 42 પાર્સલ તમામ ફ્લિપકાર્ટ પરથી મંગાવવામાં આવ્યા હતા. જે પાર્સલ ડિલિવરી નહીં કરી રિટર્ન થતા હતા.
આ અંગે કંપનીને શંકા જતા ઈ-કોમ એક્સપ્રેસ લિમિટેડ દ્વારા સુરતના સિક્યુરિટી ઓફિસર મુકેશ સૂર્યવંશીને તપાસ સોંપવામાં આવી હતી. જેમણે તપાસ કરતાં તમામ રિટર્ન પાર્સલમાં પાર્ટ્સ બદલી રિટર્ન કરવામાં આવ્યો હોવાનો ઘટસ્ફોટ થયો હતો અને ઓફિસનો કર્મચારી જયકુમાર રાણા દ્વારા પાર્સલ સ્કેન કરી પાર્સલ ખોલી અંદરથી સામગ્રી કાઢી લઇ સુરેશ મારવાડી અને કાર્તિકને આપતો હોવાનું જણાવ્યું હતું.
આમ ડિલિવરી બોય સહિત ત્રણ ઈસમોએ એ.એમ.ડી રાઈઝોન પ્રોસેસર નંગ 41 અને લેપટોપ મળી કુલ રૂ. 15.77 લાખનો સામાન કાઢી લઇ છેતરપીંડી કરી હોવાનું સામે આવ્યું હતું. છેતરપિંડી અંગે અંકલેશ્વર શહેર પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન પોલીસે ત્રણ પૈકી કાર્તિક દિલીપ મુરારીને ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય બે ઈસમોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.