માથાભારે પ્રેમી:અંકલેશ્વરમાં એક તરફી પ્રેમમાં યુવતીને લગ્ન માટે દબાણ કરતાં માથાભારે પ્રેમીને પોલીસે ઝડપી પાડ્યો

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુવતીએ માથાભારે પ્રેમીનુ નહીં માનતા પ્રેમીએ બે મોપેડ સળગાવી ખોફ ઊભો કર્યો
  • ફરિયાદના આધારે શહેર પોલીસે આરોપીને ઝડપી પાડી જેલ ભેગો કર્યો

અંકલેશ્વર શહેરની એક યુવતીને છેલ્લા ઘણા સમયથી હેરાન પરેશાન કરી ધમકી આપી તેણીની મોપેડ સળગાવી બળજબરી પૂર્વક લગ્ન દબાણ કરનાર એક તરફી પ્રેમમાં પાગલ બનેલ યુવાનને શહેર પોલીસે ઝડપી પાડ્યો છે

અંકલેશ્વર શહેરમાં રહેતી 20 વર્ષીય યુવતીએ શહેર પોલીસ મથક ખાતે નોંધાવેલી ફરિયાદ અનુસાર, સુરતી ભાગોળ પાસે આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતો કાર્તિક રાજેશ બ્રહ્મભટ્ટ અવાર નવાર પીછો હેરાન કરે છે અને કોલેજ જતાં સમયે તે કાર આગળ કરી તેણીની મોપેડ રોકી ધમકીઓ આપી બળજબરીથી કારમાં બેસાડી લગ્ન કરવા માટે ડોક્યુમેન્ટની માંગણી કરે છે.

આરોપી યુવક લગ્ન માટે હા પડાવવા માટે યુવતીને જાનથી મારી નાખવાની ધમકી આપી અને તેનું કહેલું કે, નહીં માને તો ગાડીઓ સળગાવી દેવાની ધમકી આપી હતી. જે બાદ એક તરફથી પ્રેમમાં પાગલ બનેલા કાર્તિક બ્રહ્મભટ્ટએ યુવતી અને તેણીના કાકાની મોપેડ મળી બે મોપેડ સળગાવી 58 હજારનું નુકશાન કરી ખોફ ઊભો કર્યો હતો.

અગાઉ તેને ગડખોલ પાટિયા શ્રીજી વિદ્યાલય નજીકથી અર્ટીગા કારમાં અપહરણ કરી લગ્ન કરવા માટે દબાણ કરતાં યુવતીએ ના કહેતા તેણે તેણીને ગાલ પર તમાચો મારી ધમકી આપી હતી. આમ અવાર નવાર ત્રાસ આપતા શખ્સ સામે યુવતીએ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી એક તરફી પ્રેમમાં પાગલ બનેલા માથાભારે આશિક ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...