તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકારી:અંકલેશ્વરમાં વોર્ડ નંબર 6ના કોંગ્રેસના મહિલા ઉમેદવારનું ઉમેદવારીપત્ર રદ, ખોટો દાખલો રજૂ કરતા ફોર્મ રદ

ભરૂચ19 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • બક્ષીપંચના બદલે SCનો દાખલો અપાતા ફોર્મ રદ કરાવામાં આવ્યું
 • વોર્ડ નં 6ના ભાજપાના ઉમેદવાર બિન હરીફ જાહેર થાય તેવી શક્યતાઓ જણાઇ રહી છે

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ચકાસણીની પ્રક્રિયા આજે હાથ ધરવામાં આવી હતી. જેમાં અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ નંબર 6ના કોંગ્રેસના મહિલા ઉમેદવારનું ઉમેદવારી પત્ર રદ કરી દેવામાં આવ્યું છે. જેનું મુખ્ય કારણ એ હતું કે, આ મહિલા ઉમેદવારે બક્ષીપંચના દાખલાને બદલે SCનો દાખલો આપી દીધો હતો, જેના કારણે તેમનું ફોર્મ રદ કરી દેવામાં આવ્યું હતું.

ખોટો દાખલે રજૂ કરાતા ફોર્મ રદ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે અંકલેશ્વર ખાતે ઉમેદવારી પત્રોની ચકાસણી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન નગરપાલિકાના વોર્ડ નંબર 6માંથી ઉમેદવારી નોંધાવનાર મહિલા ઉમેદવાર અંજના પરમારનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે. તેમણે બક્ષીપંચના બદલે SCનો દાખલો રજુ કર્યો હતો. જેના કારણે તેમનું ફોર્મ રદ કરી દેવામાં આવ્યું હતું.

ભાજપને એક બેઠક ભેટમાં મળવાની શક્યતા
તેમની સામે ભાજપમાંથી જયોત્સનાબહેન રાણાએ ઉમેદવારી નોંધાવી છે. તો બીજી બાજુ કોંગ્રેસના ઉમેદવારો એટલા ઉત્સાહમાં હતા કે, તેમની પાર્ટીએ એકેય બેઠકો ઉપર ડમી ઉમેદવારનું ફોર્મ ભર્યું જ ન હોતું. જેના કારણે એવી શક્યતાઓ વર્તાવવામાં આવી રહી છે કે, આ વોર્ડની એક બેઠક ભાજપાને ભેટમાં મળી જશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો