દારૂ ઝડપાયો:અંકલેશ્વરમાં પોલીસે દેશી દારૂના જથ્થા સાથે ચાર બુટલેગરોને ઝડપી પાડ્યા, પાંચને વોન્ટેડ જાહેર કર્યા

ભરૂચ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે 10 હજારથી વધુનો દારૂ, કાર, બે એક્ટિવા અને ત્રણ ફોન મળી કુલ રૂપિયા 3.36 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો

અંકલેશ્વરની જી.આઈ.ડી.સી.માં આવેલી નોરિસ કંપની પાછળના ઝૂપડા પાસેથી પોલીસે દેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દેશી દારૂનો જથ્થો મળી કુલ રૂપિયા 3.36 લાખથી વધુના મુદ્દામાલ સાથે ચાર બુટલેગરોને ઝડપી પાડ્યા હતા. જ્યારે અન્ય પાંચ બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યા છે.

અંકલેશ્વર રેલવે સ્ટેશન પાછળ આવેલા ટાંકી ફળિયામાં રહેતો બુટલેગર રમેશ શંકર વસાવા અને દાટુ મોદી પોતાના માણસો રાખી અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની નોરિસ કંપની પાસે ઝૂપડામાં દેશી દારૂનું વેચાણ સંગ્રહ અને કટિંગ કરે છે તેવી બાતમી પોલીસને મળી હતી. જેથી બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ત્યાં દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી 534 લીટર દેશી દારૂ કબ્જે કર્યો હતો. પોલીસે 10 હજારથી વધુનો દારૂ અને એક ઇક્કો કાર, બે એક્ટિવા તેમજ ત્રણ ફોન મળી કુલ રૂપિયા 3.36 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પોલીસે નોરિસ કંપની પાછળ રહેતા બુટલેગર બાબુ લાલુ વસાવા, હરિકેશ રામચંદ્ર મોર્ય અને રાજેશ પંડિત, ગૌરવ રાઠોડને ઝડપી પાડ્યા હતા, જ્યારે મુખ્ય બુટલેગર સહિત 5ને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...