તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:અંકલેશ્વરમાં એન.સી.ટી.એલ કંપની નજીકથી શંકાસ્પદ ગૌ માસના જથ્થા સાથે બે ઈસમોને ઝડપી પાડ્યા

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગૌ માસનો જથ્થો કબ્જે કરી એફ.એસ.એલમાં તપાસ અર્થે મોકલાયો

અંકલેશ્વરના ઉમરવાડા રોડની એન.સી.ટી.એલ કંપની નજીકથી મારુતિ વાનમાં શંકાસ્પદ ગૌ માસનો જથ્થા લઇ જતાં બે ઈસમોને પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યા છે.

અંદાજિત 100 કિલો જેટલો શંકાસ્પદ ગૌ માસનો જથ્થો મળી આવ્યો

અંકલેશ્વરના ઉમરવાડા રોડ ઉપરથી મારુતિ વાન નંબર-જી.જે.21.5143માં ગૌ માસનો જથ્થો લઈ બે ઇસમો પસાર થવાના છે. તેવી બાતમીના આધારે શહેર પોલીસ મથકનો સ્ટાફ એન.સી.ટી.એલ કંપની પાસે વોચમાં હતા. તે બાતમી વાળી વાન આવતા પોલીસે તેને અટકાવી હતી. અને તેમાં તપાસ કરતાં તેમાંથી અંદાજિત 100 કિલો જેટલો શંકાસ્પદ ગૌ માસનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે અંકલેશ્વરના કસાઈવાડ વિસ્તારના મુલ્લાવાડમાં રહેતા અકરમ શબ્બીર કુરેશી અને મહમદ મુક્તિયાર ઇબ્રાહિમ કુરેશીની ધરપકડ કરી ગૌ માસનો જથ્થો કબ્જે કરી એફ.એસ.એલમાં તપાસ અર્થે મોકલી આપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...