તંત્ર જાગ્યું:અંકલેશ્વર શહેરમાં માર્ગની ઉડતી ધૂળને લઇ પાલિકા દ્વારા સફાઈ શરૂ

ભરૂચ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
અંક્લેશ્વરમાં ઉડતી ધુળની સમસ્યાને લઇ પાલીકા દ્વારા સફાઇ કરાઇ. - Divya Bhaskar
અંક્લેશ્વરમાં ઉડતી ધુળની સમસ્યાને લઇ પાલીકા દ્વારા સફાઇ કરાઇ.
  • માર્ગો પરની ધૂળના કારણે રાહદારીઓને પડતી મુશ્કેલીને લઇ તંત્ર જાગ્યું

અંકલેશ્વર શહેરમાં માર્ગ ની ઊડતી ડસ્ટ ને લઇ પાલિકા સફાઈ શરુ કરી હતી. માર્ગો પર ઊડતી ડસ્ટ લોકો ના મોઢા માં અને આખો માં જતી હોવાના અહેવાલ બાદ પાલિકા તંત્ર એક્શનમાં જોવા મળ્યું હતું. મેન્યુઅલ સફાઈ શરુ કરી માર્ગ પરની ધૂળ ઉલેચી સફાઈ કરી હતી. અંકલેશ્વર શહેરમાં વરસાદના વિરામ બાદ માર્ગ પર જામેલા માટીના થર માંથી માટી ઉડી લોકો ની આખો અને મોઢા માં જઈ રહી હતી.

માર્ગ ની ઊડતી ડસ્ટ ને લઇ વાહન ચાલકો અને રાહદારીઓ ને ભારે હાડમારી વેઠવી પડી રહી હતી જે અંગે ગત રોજ લોકો ને પડતી અગવડતા અંગે સમાચાર પ્રસિદ્ધ થતાં અંતે અંકલેશ્વર પાલિકા તંત્ર જાગ્યું હતું અને વહેલી સવાર થી જ અંકલેશ્વર મોદી નગર થી લઇ ત્રણ રસ્તા સર્કલ અને અન્ય માર્ગ પર ડસ્ટ ની સફાઈ કરી હતી બ્રશ કરી રોડ ની ડસ્ટ એકત્ર કરી ઉઠાવવામાં આવી હતી. આ અંગે પાલિકા તંત્ર નો સંપર્ક કરતા તેઓ દ્વારા આગામી દિવસોમાં વરસાદ બંધ થતાં જ રોડ ની સફાઈ સમયાંતરે શરુ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...