• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • In A Village Of Ankleshwar, A School Principal Had A Physical Altercation With A Student, An Offense Was Registered Under Section Including Poxo.

બીભત્સ માંગણી:અંકલેશ્વરના એક ગામમાં શાળાના આચાર્યએ વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલા કર્યા, પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોધાયો

ભરૂચ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિદ્યાર્થિનીને નોટબુક જમા કરવાના બહાને પોતાની કારમાં બેસાડી જાતીય સતામણી કરી તેની પાસે વિભત્સ માંગણી કરી
  • આચાર્યના આ કૃત્યથી શિક્ષણ જગતમાં રોષ

અંકલેશ્વર તાલુકાના એક ગામની શાળાના આચાર્યએ 15 વર્ષીય વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલા કર્યા હોવાથી ઘટના સામે આવી છે. આચાર્યએ વિદ્યાર્થિનીને નોટબુક જમા કરવાના બહાને પોતાની કારમાં બેસાડી શારીરિક અડપલાં કરતા પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોધવામાં આવ્યો છે. ત્યારે આચાર્યના આ કૃત્યથી શિક્ષણ જગતમાં રોષ જોવા મળી રહ્યો છે.

અંકલેશ્વર તાલુકાના એક ગામમાં રહેતી 15 વર્ષીય ગામની શાળામાં ધોરણ-10માં અભ્યાસ કરે છે. જે વિદ્યાર્થીનીને શાળાના આચાર્યએ દિવાળી વેકેશન હોવા છતાં ગત રોજ સવારે ગણિતની નોટબુક જમા કરાવવા બોલાવી હતી. જોકે, સ્કૂલે હાજર નહિ મળતા વિદ્યાર્થિની પરત પોતાના ઘરે જઇ રહી હતી. આ દરમિયાન રોડ ઉપર આચાર્ય પોતાની ગાડી લઈ આવ્યો હતો અને વિદ્યાર્થિનીને ફોસલાવી તેણીના ગામના બસ સ્ટેન્ડ ખાતે છોડી જાવ તેમ કહી કારમાં બેસાડી હતી.

ત્યારબાદ વિદ્યાર્થીનીનું ગામ આવતા તેણીએ ગાડી ઉભી રાખવા જણાવ્યું હતું. પરંતુ આચાર્યએ ગાડી ગામના બસ સ્ટેન્ડ પાસે નહિ થોભાવી ઇરાદાપૂર્વક હાંસોટ તરફ હંકારી લઈ હાંસોટથી ઓલપાડ બાજુ બે ત્રણ કિમી દૂર લઈ જઇ રોડની બાજુમાં ગાડી ઉભી રાખી હતી અને વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલાં કર્યા હતા. તેમજ જાતીય સતામણી કરી તેની પાસે વિભત્સ માંગણી કરી હતી. જોકે, વિદ્યાર્થિની તાબે નહિ થતા તેને સ્કૂલમાંથી કાઢી મુકવાની ધમકી આપી ફરાર થઈ ગયો હતો. ત્યારે બનાવ અંગે તાલુકા પોલીસ મથક ખાતે સગીરાએ ફરિયાદ નોંધાવી છે. જેથી પોલીસે પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આચાર્યને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...