તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચિત્ર સ્પષ્ટ:ભરૂચમાં 44 બેઠક પર 149 ઉમેદવારો અને અંકલેશ્વરમાં 36 બેઠક પર 101 ઉમેદવારો મેદાનમાં

ભરૂચ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અપક્ષના 3, એન.સી.પી. અને કોંગ્રેસનાં એક-એક ઉમેદવારોએ પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું

રાજયમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં ફોમ ચકાસણી બાદ આજરોજ ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો. ભરૂચ જિલ્લામાં ભરૂચ, અંકલેશ્વર, જંબુસર અને આમોદ એમ ચાર નગર પાલિકાની ચૂંટણી યોજાનાર છે ત્યારે આજે ચારેય નગર પાલિકાની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. સૌ પ્રથમ વાત કરીયે ભરૂચ નગર સેવા સદનની તો ભરૂચ નગર સેવા સદનની ચૂંટણમાં 157 ફોમ માન્ય રહ્યા હતા જે પૈકી 8 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા હવે 11 વોર્ડની 44 બેઠક પર 149 ઉમેદવારો મેદાનમાં છે.

ભરૂચમાં બીટીપીના 4 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યાભરૂચમાં આજરોજ ભારતીય ટ્રાયબલ પાર્ટીના 4, અપક્ષના 3, એન.સી.પી. અને કોંગ્રેસનાં એક-એક ઉમેદવારોએ પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું હતું. વોર્ડ નંબર 3માં કોંગ્રેસનાં ઉમેદવાર મંજુલા જાવિયાએ ઉમેદવારીપત્ર પરત ખેંચ્યું છે.

અંકલેશ્વરમાં 36 બેઠક પર 101 ઉમેદવારો મેદાનેઅંકલેશ્વર નગર સેવા સદનની ચૂંટણીમાં કુલ 107 ઉમેદવારીપત્રો માન્ય રહ્યા હતા. જે પૈકી આજરોજ 6 ફોર્મ પરત ખેંચાતા હવે નગર પાલિકાની 36 બેઠક પર 101 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. અંકલેશ્વર નગર પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે પહેલેથી જ એક બેઠક ગુમાવી છે. વોર્ડ નંબર 6માં કોંગ્રેસનાં ઉમેદવાર અંજના પરમારનું ફોર્મ રદ્દ થતાં ભાજપને એક બેઠક મળી છે.

જંબુસરમાં 7 વોર્ડની 28 બેઠક પર 106 ઉમેદવાર મેદાનેહવે વાત જંબુસર નગર પાલિકાની તો જંબુસર નગર પાલિકાની ચૂંટણીમાં કુલ 122 ઉમેદવારી પત્રો માન્ય રહ્યા હતા. જે પૈકી કુલ 7 વોર્ડમાં 16 ઉમેદવારી પત્રો પરત ખેંચાતા હવે નગર પાલિકાના 7 વોર્ડની 28 બેઠક પર 106 ઉમેદવાર મેદાને રહ્યા છે.

આમોદમાં 6 વોર્ડની 24 બેઠક પર 81 ઉમેદવારો મેદાનેઆમોદ નગર પાલિકાની વાત કરવામાં આવે તો આમોદ નગર પાલિકાની ચૂંટણીમાં કુલ 85 ઉમેદવારીપત્રો માન્ય રહ્યા હતા અને આજે 4 ફોર્મ પરત ખેંચાતા નગર પાલિકાના 6 વોર્ડની 24 બેઠક પર 81 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો