ઔદ્યોગિક અકસ્માતોમાં અંશતઃ ઘટાડો:ભરૂચ જિલ્લામાં 2021માં 17 ઇન્ડસ્ટ્રીયલ અકસ્માતમાં 27 કામદારોએ જીવ ગુમાવ્યો

ભરૂચ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા એક વર્ષમાં જિલ્લાની ઔદ્યોગિક વસાહતોમાં 156 અકસ્માત સર્જાતા 140થી વધુ કામદારોને ઇજા પહોંચી
  • વર્ષ 2019માં 120 કામદારો ઈજાગ્રસ્ત અને 35ના મોત જ્યારે 2020માં 140 ઈજાગ્ર્સ્ત સામે 43ના મોત થયા હતા

ભરૂચ જિલ્લામાં 2021 માં 17 ઇન્ડસ્ટ્રીયલ અકસ્માતમાં 27 કામદારો જીવ ગુમાવ્યો છે. છેલ્લા એક વર્ષમાં 156 જેટલા ઈન્ડસ્ટીયલ અકસ્માતમાં 27 કામદારો ના મોત સાથે 140 થી વધુ કામદારોને ઇજા પહોંચી પહોંચી હતી. 2019 માં 35 કામદારો મોત થયા હતા 2020માં 43 કામદારોના મોત થયા હતા. 2019માં 120 કામદારો ઘાયલ 2020 માં 140 અને 2021 માં 155 જેટલા ઇન્ડસ્ટ્રીયલ અકસ્માત નોંધાયા સામે 2021માં 156 ઇન્ડસ્ટ્રીયલ અકસ્માત નોંધાયા હતા.

ભરૂચ જિલ્લામાં ઇન્ડસ્ટ્રીયલ અકસ્માતોનું પ્રમાણ પણ વધારો થયો છે. ગુજરાતનું ગ્રોથ એન્જિન ગણાતા ભરૂચ જિલ્લામાં ઉદ્યોગોમાં કામદાર પ્રતિવર્ષ સરેરાશ 25 થી વધુ ના મોત નીપજે છે. છેલ્લા 3 વર્ષમાં ઉદ્યોગોમાં માનવ મૃત્યુ આંક વધ્યો હતો જેમાં 2021 માં ઘટાડો નોંધાયો છે. 2017 માં જ્યાં 12 કામદારોના મોત થયા હતા જે વધીને 2018માં 34 અને 2019 માં 35 પર મૃતક આંક પહોંચ્યો હતો. જે વધી ને 2020 માં 43 કામદારો મોત પહોંચી ગયો હતો. જે હવે ઘટી ને 2021 માં 27 પર પહોંચ્યો છે.

છેલ્લા 4 વર્ષમાં 2021 માં મૃત્યુદર ઘટ્યો છે. તો 2021 માં કામદારો ઘાયલ થયા હોય તેવા 110 જેટલા બનાવો નોંધાયા છે જેમાં 115 થી વધુ કામદારો ઇજા પહોંચી છે. તેમાં વધારો થયો છે. 139 જેટલા ઇન્ડસ્ટ્રીયલ અકસ્માત થયા હતા જેમાં 140 કામદારો ને ઇજા પહોંચી હતી. જે 2020 કરતા 115 ઈન્ડસ્ટીયલ નોન ફેટલ અકસ્માત ના 29 બનાવો વધ્યા છે તેમજ 25 થી વધુ કામદારો ને ગત વર્ષ કરતા વધુ ઇજા પહોંચી છે.

ફેક્ટરી એક્ટ હેઠળ 21 કંપની સામે કોર્ટ કેસ કર્યા
ભરૂચ જિલ્લા ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગ ફેક્ટરી ઇન્સ્પેક્ટર ની કચેરી દ્વારા કુલ 21 કંપની સામે માનવ હતાહત તેમજ ઔદ્યોગિક સલામતી અને સુરક્ષાના મુદ્દે 21 જેટલા ફોજદારી કેસ કોર્ટમાં દાખલ કરવામાં આવ્યા છે. ગત વર્ષની સરખામણી કેસની સંખ્યામાં વધારો થયો છે.

ઉદ્યોગો સતર્ક ન બને તો કાર્યવાહી થશે
ચાલુ વર્ષે 17 જેટલા ઇન્ડસ્ટ્રીયલ ફેટલ અકસ્માતમાં 27 કામદારો જીવ ગુમાવ્યો છે. તો 14 થી વધુ કામદારોને ઇજા પહોંચી છે જો કામદારો સુરક્ષા પરત્વે કંપની જાગૃત ના બનશે તો વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે એટલું જ નહિ ખાસ કરી કોન્ટ્રાક્ટ કામદાર હનન માટે જાગૃતિ કાર્યક્રમ વધુ ચાલુ વર્ષે યોજાશ> એસ.પી. પાઠક , સેફટી એન્ડ હેલ્થ ડાયરેક્ટર, ભરૂચ.

અન્ય સમાચારો પણ છે...