તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છાત્રોની હાજરી:20 દિવસમાં ધો.10-12ના છાત્રોની હાજરી 11 ટકા વધીને 67 ટકા થઇ

ભરૂચએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • ધો.9-11ના 42 ટકાનું ક્લાસરૂમ સ્ટડી શરૂ, અપડાઉન કરતા છાત્રો અટવાયા

રાજ્યમાં ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે ક્લાસરૂમ સ્ટડી કાર્યરત કરાયુ છે. 11 જાન્યુઆરીથી ભરૂચ જિલ્લાના ધો.10 અને 12ના વિદ્યાર્થીઓ માટે શાળાઓ શરૂ કરાઇ હતી. ત્યારે 32033 વિદ્યાર્થીઓ પૈકી 56 ટકા હાજરી નોંધાઇ હતી. જે હવે 20 દિવસ બાદ ફેબ્રુઆરીમાં 11 ટકા હાજરી વધીને 67 ટકા થઇ છે.

જ્યારે ભરૂચના ધો.9 અને 11ના 29788 વિદ્યાર્થીઓ પૈકી 42 ટકા વિદ્યાર્થીઓ શાળા સુધી પહોંચ્યા હતા. જોકે ઓનલાઇન સ્ટડી ચાલુ રખાયુ છે. પરંતુ અંતરિયાળ વિસ્તારોમાં નેટવર્ક વિના વિદ્યાર્થીઓનું ઓનલાઇન સ્ટડી અસરકારક નથી. કેટલાક અપડાઉન કરતા વિદ્યાર્થીઓએ શાળાએ પહોચવુ મોટો પડકાર છે.

છાત્રો યુનિફોર્મ વિના શાળાએ જઇ ન શક્યા
એક વર્ષથી વિદ્યાર્થીઓ શાળાએ ગયા નથી અને અચાનક શાળાઓ શરૂ કરતા વિદ્યાર્થીઓના શરીર બાંધા મુજબ યુનિફોર્મ ઉપલબ્ધ ન હોવાથી પ્રથમ દિવસે જ કેટલાક વિદ્યાર્થીઓ શાળાએ જઇ શક્યા ન હતી. ભરૂચની ઘણી શાળાઓએ ઓળખ માટે યુનિફોર્મ ફરજિયાત કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો