તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • Implementation Of Fast Tags On Toll Plazas On National Highways Across The Country, Demanding Exemption From Tax For Local Motorists

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકમાંગ:સમગ્ર દેશના નેશનલ હાઇવે પરના ટોલ પ્લાઝા પર ફાસ્ટટેગની અમલવારી શરૂ, સ્થાનિક વાહન ચાલકોને ટેક્સમાંથી મુક્તિ આપવાની માંગ કરાઈ

ભરૂચ18 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • ફાસ્ટટેગ વગર અગર ટોલ પ્લાઝા પરથી પસાર થનારા તમામ વાહનોને બમણો ટોલ ચૂકવવો પડશે
 • ટોલ પ્લાઝા પર સ્થાનિક વાહન ચાલકોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવાની લોકોએ માંગ ઉચ્ચારી

કેન્દ્ર સરકાર દ્વારા આજથી સમગ્ર દેશના નેશનલ હાઇવે પરના ટોલ પ્લાઝા પર ફાસ્ટટેગની અમલવારી શરૂ કરી દાવામાં આવી છે. તેવા સમયે ભરૂચના મુલદ ટોલ પ્લાઝા પર સ્થાનિક વાહનોને ટેક્સમાંથી મુક્તિ આપવાની માંગ કરવામાં આવી રહી છે.

ટોલ પ્લાઝા પર પણ ફાસ્ટટેગની અમલવારી શરૂ
કેન્દ્ર સરકાર દ્વારા આજથી સમગ્ર દેશમાં નેશનલ હાઇવે પર આવેલા ટોલ પ્લાઝા પર ફાસ્ટટેગની અમલવારી શરૂ કરવામાં આવી છે. ફાસ્ટટેગ વગર અગર ટોલ પ્લાઝા પરથી પસાર થનારા તમામ વાહનોને બમણો ટોલ ચૂકવવો પડશે. તેવામાં ભરૂચ નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલા મૂલદ ટોલ પ્લાઝા પર પણ ફાસ્ટટેગની અમલવારી શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધી ભરૂચના સ્થાનિક વાહનોને ટોલ ભરવામાંથી મુક્તિ આપવામાં આવી હતી, પરંતુ ફાસ્ટ ટેગની અમલવારી શરૂ થતાં જ હવે ભરૂચના વાહન ચાલકોએ પણ ટોલ ભરવો પડશે ત્યારે સ્થાનિક વાહનચાલકોએ આ બાબતે વિરોધ નોંધાવ્યો છે.

સ્થાનિકોને ટોલ ટેક્સથી રાહત આપવા માંગ
મૂલદ ગામના વાહન ચાલકોએ જણાવ્યુ હતું કે, નેશનલ હાઇવેના નિર્માણમાં ગામના લોકોની જ જમીન સંપાદન કરવામાં આવી હતી અને માટીનો પણ ઉપયોગ થયો હતો. ગામના લોકોના ખેતર પણ રાષ્ટ્રીય ધોરી માર્ગની આસપાસ જ આવેલા છે અને દિવસમાં ઘણી વખત તેઓ ટોલ પ્લાઝા પરથી પસાર થાય છે. ત્યારે ટોલ પ્લાઝા પર સ્થાનિક વાહન ચાલકોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવાની માંગ લોકોએ ઉચ્ચારી હતી.

યૂથ કોંગ્રેસ દ્વારા આંદોલનના મંડાણની શક્યતાઓ
આ અગાઉ પણ ભરૂચના મૂલદ ટોલ પ્લાઝા પર સ્થાનિક વાહન ચાલકોને આમાંથી મુક્તિ આપવા માટે ઘણા આંદોલનો થયા હતા. ત્યારે અત્યારે લોકોની આ પરિસ્થિતિને જોતા યૂથ કોંગ્રેસ દ્વારા ટોલમાંથી મુક્તિ સાથે આંદોલનના મંડાણ થવાની શક્યતાઓ જણાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો