ચુંટણીની સીધી અસર:ભરૂચ પાલિકામાં ચૂંટણીની અસર, રોજના 500ના બદલે હવે 10 લોકોની માંડ હાજરી

ભરૂચ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
સામાન્ય દિવસોમાં લોકો અને નગરસેવકોની હાજરીથી ધમધમતી પાલિકા કચેરી સુમસાન બની છે - Divya Bhaskar
સામાન્ય દિવસોમાં લોકો અને નગરસેવકોની હાજરીથી ધમધમતી પાલિકા કચેરી સુમસાન બની છે
  • ચૂંટણી પછી જ કામો થશે તેવી હકીકત વચ્ચે અરજદારો ઘટયાં : જૂજ કરદાતા આવતાં વેરાની આવક પણ ઘટી

વિધાનસભાની ચુંટણીની જાહેરાત થયા બાદ તેની સીધી અસર ભરૂચ નગર પાલિકામાં જોવા મળી રહી છે. ચુંટણી પહેલાં નગરપાલિકામાં રોજના 500 કરતાં વધારે અરજદારોની અવરજવર રહેતી હતી જયાં હવે આંગળીના વેઢે ગણી શકાય તેટલા લોકો પાલિકા કચેરીમાં જોવા મળી રહયાં છે. મોટા ભાગના કર્મચારીઓને ચુંટણીની કામગીરી સોંપવામાં આવી હોવાથી તેઓ મિટીંગોમાં વ્યસ્ત બની ગયાં છે. ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો માટે પહેલી ડીસેમ્બરના રોજ મતદાન થવાનું છે. ચુંટણીની જાહેરાત થતાંની સાથે સરકારી કર્મચારીઓ વિવિધ કામગીરીમાં જોતરાઇ ગયાં છે. આચારસંહિતા લાગુ પડયા બાદ સૌથી પહેલાં તો નગરપાલિકાના સિવિક સેન્ટરમાં વેરો ભરવા માટે આવનારા કરદાતાઓની કતાર જોવા મળી હતી. નગરપાલિકામાં કામ અર્થે આવનારા લોકો પણ કર્મચારીઓની ગેરહાજરીના કારણે હવે પાલિકામાં આવવાનું ટાળી રહયાં છે. ચુંટણી પહેલાં ભરૂચ નગરપાલિકામાં જયાં રોજના 500થી વધારે અરજદારો આવતાં હતાં ત્યાં હવે લોકોની પાંખી હાજરી જોવા મળી રહી છે.નગરપાલિકામાં વેરા માટે લાઇનો લાગતી હોવાથી વેરાની આવકમાં પણ ઘટાડો થઇ રહયો છે.

વારાફરતી કર્મચારીઓને મોકલવામાં આવે છે નગરપાલિકાની કચેરીમાં આવતાં અરજદારોને હાલાકી ન પડે તે માટે કર્મચારીઓને વારાફરતી ચુંટણીની ફરજમાં મોકલવામાં આવી રહયાં છે. પાલિકામાં કામગીરી નિયમિત ચાલી રહી છે. > દશરથસિંહ ગોહિલ, સીઓ, નગરપાલિકા

હાઉસટેકસ વિભાગની કચેરી જ બંધ જોવા મળી ભરૂચ નગરપાલિકાની મહત્વની ગણાતી ટેકસ વિભાગની કચેરી જ બંધ હાલતમાં જોવા મળી રહી છે. આ ઉપરાંત અન્ય મહત્વના વિભાગોમાં ગણ્યા ગાંઠયા કર્મચારીઓની હાજરી વર્તાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...