તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડીલો પર વેક્સિન અસરદાર:ભરૂચમાં રસીના બે ડોઝ લીધા પછી 14 દિવસમાં જ 91 વર્ષીય વૃદ્ધાની 77 ટકા તો 94 વર્ષીય વૃદ્ધની ઇમ્યુનિટી 14 ટકા વધી ગઈ

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
94 વર્ષના વૃદ્ધ ડો.પી.ટી.દવે અને 91 વર્ષીય ઇન્દુબેન દેસાઇએ વેક્સિનના બંને ડોઝ લીધા હતા. - Divya Bhaskar
94 વર્ષના વૃદ્ધ ડો.પી.ટી.દવે અને 91 વર્ષીય ઇન્દુબેન દેસાઇએ વેક્સિનના બંને ડોઝ લીધા હતા.
  • રસીની અસરકારકતા જાણવા 14 દિવસ બાદ વયસ્કોના કરાયેલા એન્ટીબોડી ટેસ્ટમાં સામે આવેલું પરિણામ
  • યુવાનો બાદ વૃદ્ધોની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ વેક્સિનેશન કારગર નીવડી

કોવિડ-19 કોરોના સામે લોકોને રક્ષણ આપવા રાજ્ય સરકાર દ્વારા આદરવામાં આવેલી રસીકરણની ઝૂંબેશ તીવ્ર ગતિથી ચાલી રહી છે. રસી લીધા બાદ વ્યક્તિમાં કોરોના વાયરસ સામે લડવાની રોગપ્રતિકારક શક્તિમાં અનેક ગણો વધારો થાય છે. આ વાત લેબ ટેસ્ટમાં પૂરવાઇ થઇ ચૂકી છે. ત્યારે ભરૂચમાં ઘણા વયસ્ક નાગરિકોએ કોરોના વાઇરસની વેક્સિનના બન્ને ડોઝ લઇ લીધા છે. જેના 14 દિવસ બાદ તેઓની એન્ટીબોડી પરીક્ષણ કરાવતા રસીના લીધે રોગપ્રતિકારક શક્તિમાં ઘણો ઉછાળો જોવા મળ્યો છે.

15 દિવસમાં જ ઇમ્યુનિટી વધી
ભરૂચના 91 વર્ષીય વૃદ્ધા ઇન્દુબેન અમરતલાલ દેસાઈએ 13 માર્ચના રોજ પોતાનો પ્રથમ ડોઝ લીધો હતો. જેના 42 દિવસ બાદ 22 એપ્રિલે વેક્સિનનો બીજો ડોઝ પણ લઇ લીધો હતો. ઈન્દુબેનને સમાચારપત્રો અને ટીવીમાં લોકોના એન્ટીબોડી ટેસ્ટ અંગેના સમાચારો જોયા બાદ પોતાના શરીરમાં પણ વેક્સિનની કેટલી અસર થઈ છે, એ જાણવાની ઉત્કંઠા જાગતા તેઓએ બીજા ડોઝના 15 દિવસ બાદ 7 મેના રોજ પોતાનો એન્ટિબોડી ટેસ્ટ કરાવતા માલૂમ પડ્યું કોરોના વાયરસ સામે લડવાની રોગપ્રતિકાર શક્તિમાં અનેક ગણો વધારો થયો છે.

રસીની કોઈ આડઅસર નથી
વૃદ્ધા ઇન્દુબેનએ પોતાનો એન્ટી બોડી ટેસ્ટ કરાવતા તે IgG 77 યુનિટ આવ્યું હતું. જેથી કોરોનાની કોવિશિલ્ડ વેક્સિનના બન્ને ડોઝ લીધા બાદ તેઓના શરીરમાં ઇમ્યુનિટી લેવલ ડેવલપ થયેલું જણાઈ આવ્યું હતું. તો આવીજ રીતે 94 વર્ષના વૃદ્ધ ડો.પી.ટી.દવેએ પણ વેક્સિનના બંને ડોઝ સમય સર લીધા બાદ 14 દિવસ બાદ પોતાનો એન્ટીબોડી ટેસ્ટ કરાવતા તે 14 % વધારે આવતા તેઓએ ખુશી વ્યક્ત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, રસીની કોઈ આડ અસર થતી નથી. દરેક નાગરિકે કોરોના સામેના રક્ષણ માટે અવશ્ય વેક્સિન લેવી જ જોઈએ.

માનવ શરીરમાં ત્રણ પ્રકારના એન્ટીબોડી બનતા હોય છે
માનવ શરીરમાં 3 પ્રકારના એન્ટીબોડી બને છે. જેને ઇમ્યુનોગ્લોબ્યુલન-એમ, જી, અને ઇ તરીકે વર્ગિકૃત કરેે છે. એમ પ્રકારની એન્ટિબોડી કોઇ રોગ લાગુ પડે એ બાદ 15 દિવસ સુધી રહેતી હોય છે. એ બાદમાં શરીરમાં જી પ્રકારની એન્ટીબોડી બને છે. જેને આઇજીજી કહેવામાં આવે છે. એન્ટિબોડી શરીરમાં લાંબા સમય સુધી સક્રિય છે. એલર્જી જેવા દર્દીમાં આઇજીએમ બને છે. > ડો. નિલેશ પટેલ, સિનિયર ડોક્ટર, ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ

વેક્સિન સુરક્ષિત - 70 % કારગર
કોરોના સામે વેક્સિન સુરક્ષિત અને 70 ટકા કારગર છે, એ વાત સાબિત થઈ ચૂકી છે. વેક્સિન લીધા બાદ 15 દિવસ બાદ આઇજીજી શરીરમાં બનવાનું શરૂ થાય છે. હવે આ દરમિયાન જો કોઇ ચેપ લાગે તો કોરોના વાયરસ થઇ શકે છે. શરીરમાં કોરોના વાયરસનું પ્રમાણ કેટલાક પ્રમાણમાં છે ? એના આધારે એન્ટિબોડી કામ કરે છે. એટલે, સ્વાભાવિક પણે કોરોના વાયરસ લાગું પડી શકે છે. પણ, નાગરિકોએ ગભરાયા વિના રસી લેવી જોઇએ કારણ કે રસીની આડ અસર કરતા અનેક ઘણા વધારે તેના ફાયદા છે.

અન્ય સમાચારો પણ છે...