ગણેશ વિસર્જન:દુંદાળાદેવનું આજે કૃત્રિમ કુંડમાં વિસર્જન

ભરૂચ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નર્મદા નદીમાં માટીની તથા પીઓપીની પ્રતિમાઓના વિસર્જન પર પ્રતિબંધથી શ્રદ્ધાળુઓમાં રોષ
  • ભરૂચમાં 4,500 જેટલી પ્રતિમાઓ માટે ચાર કૃત્રિમ કુંડ

ભરૂચ શહેરમાં સ્થાપિત થયેલી ગણેશજીની 9 ફુટ કરતાં ઓછી ઉંચાઇની માટીની તથા પીઓપીની પ્રતિમાઓનું કૃત્રિમ કુંડ જ વિસર્જન કરવામાં આવે તેવો આદેશ તંત્ર તરફથી જારી કરવામાં આવ્યો છે. શહેરમાં સ્થાપિત 4,500 જેટલી પ્રતિમાઓના કૃત્રિમ વિસર્જન માટે 4 સ્થળોએ કુંડ ( તળાવ) બનાવવામાં આવ્યાં છે.

ભરૂચ શહેરમાં શ્રીજીની માટી તથા પીઓપીની મળી 4,500 કરતાં વધારે નાની તેમજ મોટી પ્રતિમાઓની ગણેશ ચતુર્થીના દિવસે સ્થાપના કરવામાં આવી હતી. દસ દિવસ સુધી શહેરમાં ગણેશ મહોત્સવની ધુમ મચી હતી. દરેક ગણેશ મંડળો ખાતે ભકતોની ભીડ ઉમટી પડી હતી. આજે ગણેશજીને ભાવભીની વિદાય આપવામાં આવશે.

ગણેશ વિસર્જન માટે ભરૂચના જે.બી.મોદી પાર્ક, નર્મદા બંગલોઝ અને ઝાડેશ્વર ગાયત્રી મંદિર ખાતે કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યાં છે. નર્મદા નદીમાં પ્રતિમાઓના વિસર્જન પર પાબંધી ફરમાવી દેવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...