લેન્ડ ગ્રેબિંગ:જંબુસરના ટંકારી ગામે રહેતાં નિવૃત્ત તલાટીની જમીન પર ગેરકાયદે કબજો

ભરૂચ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેતરમાં ખેડાણ નહિ કરવાની ધમકી : લેન્ડ ગ્રેબિંગ એકટની કલમો હેઠળ ગુનો દાખલ

જંબુસરના ટંકારી બંદર ગામે ખોખર સ્ટ્રીટમાં રહેતાં અબ્દુલરહીમ એહમદ કડુનુર ખોખરે તલાટી તરીકે નિવૃત્ત થયાં હતાં અને હાલમાં ખેતીવાડી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. ગત વર્ષ 2021માં તેમણે તેમના ખેતરમાં કપાસનું વાવેતર કર્યું હતું. સિઝન પુરી થતાં બાદ ટંકારી બંદર ગામના જ ઇકબાલ હાજી હશનવલી અફીણવાલએ તેમના કપાસના કણાથા સળગાવી દીધાં હતાં જેથી તેઓ તેમને કહેવા જતાં ઇકબાલે તેમને તે જમીન તેમની હોવાનું જણાવી તેમાં તેમને પ્રવેશ નહીં કરવા અને ખેડાણ નહીં કરવા ધમકીઓ આપી તેમની જમીન પર ગેરકાયદે કબજો કરી લીધો હતો. બનાવ અંગે તેમણે જંબુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનામાં પોલીસે લેન્ડ ગ્રેબિંગ એકટની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ માટેના ચક્રો ગતિમાન કરી દીધાં છે.

અન્ય સમાચારો પણ છે...