• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • If You Do Not Upload The Election Card In Veer Narmad South Gujarat University, Then The Examination Application Form Will Not Be Filled, The Chancellor Issued A Circular.

પરિપત્રનો વિરોધ:વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ચૂંટણી કાર્ડ અપલોડ નહી કરો તો પરીક્ષાનું આવેદનપત્ર ભરી શકાશે નહીં, કુલપતિએ પરિપત્ર બહાર પાડ્યું

ભરૂચ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઇન્ચાર્જ કુલપતિએ બહાર પાડેલા પરિપત્ર સામે વિદ્યાર્થીઓમાં રોષ, સેનેટ સભ્ય અને NSUI એ પરિપત્ર રદ કરવા કરી રજૂઆત
  • 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના સ્નાતક અને અનુસ્નાતક તમામ કોલેજીયન માટે લાગુ કરાયેલા ફરજીયાત પરિપત્રને લઈ વિરોધનો વંટોળ

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી તેના એક પરિપત્રને લઈ ફરી વિવાદોમાં સપડાઈ છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી દ્વારા નવા શૈક્ષણિક વર્ષમાં 18 વર્ષથી મોટી ઉંમરના વિદ્યાર્થીઓ માટે ચૂંટણી કાર્ડ ફરજીયાત બનાવવા સાથે યુનિવર્સિટીની પરીક્ષા તેમજ અન્ય ફોર્મ સાથે અપલોડ કર્યા પછી પરીક્ષા આપી શકશે તેમ જાહેરાત કરવામાં આવી છે.

આ જાહેરાતથી વિદ્યાર્થીઓને હેરાનગતિ કરવામાં આવી રહી છે, વિદ્યાર્થીઓ તકલીફમાં મુકાયા છે. આ બાબતે વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો છે. યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થી પાસેથી પરીક્ષા ફોર્મ ભરવામાં ચૂંટણી કાર્ડની માહિતી માગવામાં આવી રહી છે. જે તદ્દન ખોટી માહિતી માંગવામાં આવી રહી છે. યુનિવર્સિટી દ્વારા આ માહિતી એકત્ર કરવામાં ફક્ત એક રાજકીય પક્ષને મદદ કરવાનો એકમાત્ર ઉદ્દેશ હોવાના આક્ષેપો પણ થઈ રહ્યાં છે.

યુનિવર્સિટીનું મુખ્ય ઉદ્દેશ સાચુ, સચોટ અને સરળ શિક્ષણ આપી વિદ્યાર્થીઓનું ઘડતર કરવાનું છે નહીં કે રાજકીય પક્ષોની મદદ કરવું. વીર નર્મદ યુનિવર્સિટી હર હમશે વિવાદમાં રહે છે અને વિદ્યાર્થીઓને તકલીફમાં મૂકે છે. NSUI દ્વારા આ નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો છે. આ નિર્ણય પાછો ખેંચી વિદ્યાર્થીઓના હિતનું કાર્ય કરે એવી તેઓ દ્વારા માગ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...