તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજ્યભરમાં નવા વર્ષની શરૂઆતથી જ સ્થાનિકો પર આર્થિક મુશ્કેલીનું શરૂઆત થવાના એંધાણ છે. 1 જાન્યુઆરીથી એટલે કે ચાર દિવસ બાદ કાર સહિતના ફોર વ્હીલર્સ અને કમર્શિયલ વ્હિક્લ્સમાં ફાસ્ટેગ ફરજિયાત કર્યુ છે.કેશના કાઉન્ટરો બંધ કરાશે. જોકે સ્થાનિકો પર પણ ટોલટેક્સ લાગુ કરતા સ્થાનિકો આંદોલન કરવાના મૂડમાં છે. અપડાઉન કરતા લોકો વધુ આર્થિક સંકટમાં મુકાશે. સરકારના નિયમો સ્થાનિકોને નુકસાન કરતા હોવાથી ખેડૂતો, આરોગ્ય કર્મી બાદ હવે સામાન્ય લોકો પણ લાગુ થવાના નિયમોને નાબૂદ કરાવવા માટે રસ્તા પર ઉતરવાની તૈયારી કરી રહ્યા છે.
સમય બચાવવા માટે ફાસ્ટેગ અમલી બનાવ્યુ પણ ભરૂચના લોકો પર પણ ટોલટેક્સ ફરજિયાત લાગુ કરતા ટેક્સમાંથી બચવા ગોલ્ડન બ્રિજથી અવરજવર કરવુ પડશે. પીક અવર્સમાં ગોલ્ડન બ્રિજ પર ટ્રાફિક જામના દ્રશ્યો દરરોજ નજરે ચઢે છે ત્યારે સમયનો બચાવ થઇ શકવાનો નથી. ટોલ ટેક્સમાંથી સ્થાનિકોને મુક્તિ ન અપાતા 8થી 10 કિમીનો ફેરો વધશે અને ગોલ્ડન બ્રિજ પર ટ્રાફિકનું ભારણ વધશે. મુદલ ટોલ પ્લાઝા પર હાલ 18 કેસ વિન્ડો ઉપલબ્ધ છે, જોકે ફાસ્ટેગ લાગુ થયા બાદ બમણો ટેક્સ ઉઘરાવવા માટે આ કેસ વિન્ડો કાર્યરત રહેશે.
સ્થાનિકો માટે ટોલટેક્સ ફરજિયાત, તો આંદોલન
સ્થાનિકોને હાલમાં ચાલતી સિસ્ટમ પ્રમાણેનો લાભ મળવો જોઇએ. હાલ મોટાભાગના લોકો પાસે કાર, ટેમ્પો સહિતના વાહનો છે. તેઓએ પણ જો ટોલટેક્સ ફરજિયાત ભરવાનો થશે તો આગામી દિવસોમાં આંદોલન કરીશું. > નટવર વસાવા, સરપંચ, ઉછાલી
ભરૂચની પ્રાઇવેટ કાર પર ટેક્સ ન હોવો જોઇએ ગરીબ- મધ્યમ વર્ગને આર્થિક સંકટ વધી શકે છે
લોકડાઉનમાં ગરીબ-મિડલ ક્લાસનીઇનકમ ઓછી થઇ છે. ત્યારે ભરૂચના સ્થાનિક અને છેવાડાના લોકો માટે મન્થલી પાસ ફરજિયાત થશે તો તેઓ આર્થિક મુશ્કેલી વધશે. સ્વ. અહમદ પટેલના પ્રયત્નોથી કેબલ બ્રિજ બન્યો ત્યારે પણ ટેક્સના ઉઘરાણાની વાત ન હતી. મહામારીમાં નવા નવા નિયમો લાવીને ગરીબોને તકલીફમાં મુકવાનું સરકારે બાકી રાખ્યુ નથી. કોંગ્રેસ સાથે મળીને વિદ્યાર્થીઓ પણ આંદોલનમાં જોડાશે. > યોગેશ પટેલ, પ્રમુખ, NSUI
ફાસ્ટેગ એક્ટિવ નથી, તો ડબલ રૂપિયા ચુકવવા ચાલકે તૈયાર રહેવું પડશે
વાહનોમાં ભલે ફાસ્ટેગ લગાવ્યુ હોય પરંતુ તે એક્ટિવ ન હોય તો ટોલ ટેક્સની રકમના બે ગણા રૂપિયા વસુલાશે. બેંકની માફક ફાસ્ટેગ વોલેટમાં મિનિમલ બેલેન્સ મેન્ટેન કરવુ પડશે. ઓછી અવેરનેસને કારણે ફાસ્ટેગનું રિચાર્જ કરવુ મોટાભાગના વાહનચાલકોને સમસ્યા ઉપજાવશે. જેથી વાહનચાલકોને ફાસ્ટેગ લગાવ્યુ હોવા છતાં સમયસર રિચાર્જના અભાવે ડબલ રૂપિયા ચુકવવા તૈયાર રહેવુ પડશે.
ભરૂચના કમર્સિયલ વાહનો પર 50 ટકા ટેક્સ લાગશે
મુલદ ટોલ પ્લાઝાની 20 કિમીની ત્રિજ્યામાં આવતા લોકોના વાહનોને મન્થલી પાસમાં રાહત અપાઇ છે. જ્યારે ભરૂચ જિલ્લાના તમામ વાહનચાલકોને કમર્સિયલ વાહનો જે ઇન્ટ્રા સ્ટેટમાં માલનું વહન કરે છે. તેમના પર 50 ટકા ટેક્સ લાગશે જ્યારે નેશનલ પરમિટ ધરાવતા વાહનોને આ લાભમાંથી બાકાત રખાયા છે.
ફાસ્ટેગમાં ઓછા બેલેન્સથી એક મુસાફરી કરી શકાશે, બ્લોક કાર્ડ રિચાર્જ કરી એક્ટિવ થતા સમય લાગશે
ફાસ્ટેગમાં મિનિમમ બેલેન્સ 150- 200 રૂ. બેલેન્સ જરૂરી છે. મિનિમમ બેલેન્સથી પણ બેલેન્સ ઓછુ થશે તો એક મુસાફરી કરી શકાશે. ભલે વોલેટમાં બેલેન્સ હોય બીજા ટોલ પ્લાઝા પર આ ફાસ્ટેગ બ્લેકલિસ્ટ થઇ જશે. ઉદા. ફાસ્ટેગ વોલેટમાં 210 રૂ. છે. એક ટોલપ્લાઝા પર 50 રૂ. કપાયા બાદ બેલેન્સ 200 કરતા ઓછું એટલે કે 160 રૂ. વોલેટમાં હોવા છતાં પછીના ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ વાપરી શકાશે નહી, ત્વરિત રિચાર્જ કરીને મિનિમમ બેલેન્સ કરતા વધારે બેલેન્સ વોલેટમાં હશે તો જ ફાસ્ટેગ એક્ટિવ ગણાશે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.