નિર્ણય:માવઠાથી પાકને નુકસાની હશે તો સર્વે કરી વળતર ચૂકવાશે : રૂપાણી

ભરૂચએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાલિયામાં ભૂમિપૂજન વેળા મુખ્યમંત્રીએ સંબોધન કર્યું હતું. - Divya Bhaskar
વાલિયામાં ભૂમિપૂજન વેળા મુખ્યમંત્રીએ સંબોધન કર્યું હતું.
  • ભરૂચના વાલિયા ખાતે પાણી પુરવઠાની 6 યોજનાનું ભૂમિપૂજન કરાયું
  • ખેડૂત આંદોલનના બહાને રાજકીય પક્ષો પોતાના રોટલા શેકી રહ્યા છે: CM

ભરૂચ જિલ્લાના વાલિયા ખાતે શનિવારે પાણી પુરવઠાની 6 યોજનાના ભૂમિપૂજન પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા. છેલ્લા બે દિવસથી રાજ્યમાં કમોસમી વરસાદી માહોલ સર્જાયો છે. તે સંદર્ભે રાજ્યમાં ખેડૂતોને થયેલી નુક્શાનીનો સર્વે કરી વળતર ચુકવવામાં આવશે તેવી જાહેરાત કરી હતી.

ખેડૂત આંદોલન અંગે કહ્યું કે, દિલ્હીમાં ચાલતા ખેડૂત આંદોલન વિશે જણાવ્યું હતું કે, ખેડૂતોના નામે રાજકીય પક્ષો તેમના રોટલા શેકી રહ્યા છે. જે ભારત બંધનું એલાન નિષ્ફળ જતાં ઉઘાડા પડી ગયા છે. કેન્દ્ર સરકારનો કૃષિ કાયદો ખેડૂતોના હિત અને હકમાં જ છે.

ભરૂચ જિલ્લામાં પાણીપુરવઠા યોજનાના રૂપિયા 385 કરોડના વિકાસ કામોનું મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે શનિવારે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ યોજના થકી જિલ્લાના પૂર્વપટ્ટીના વાલિયા, ઝગડિયા અને નેત્રંગ તાલુકા મળીને 162 ગામો, 97 ફળિયા અને 4 શહેરોની 3.45 લાખ લોકોને આગામી દિવસોમાં સરફેસ સોર્સ આધારિત ફિલ્ટર થયેલા પાણીનો લાભ મળશે. જેમાં નેત્રંગ-વાલિયા યોજના, ફળિયા કનેક્ટિવીટી રૂંઢ રાજપારડી યોજના અને મધ્યબારા સુધારણા યોજનાનો સમાવેશ થાય છે. 3.45 લાખની વસ્તીને સરફેસ સોર્સ આધારિત ફિલ્ટર થયેલું પાણી પૂરુ પડી શકાશે.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, સરકારે પાણીને વિકાસનો આધાર બનાવીને ઘરે ઘરે, ગામે ગામ પાણી પુરતું મળે તે માટે છેલ્લા પાંચ દિવસોમાં જ 2500 કરોડના પાણી પુરવઠાના વિવિધ કામો રાજ્યભરમાં શરુ થયા છે. પાણીના નવા સ્ત્રોત, સુજલામ સુફલામ યોજના, નર્મદા-ઉકાઈ-કડાણા જળાશયો આધારિત યોજનાઓથી છેક કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પાણી પહોંચાડ્યા છે.

અન્ય સમાચારો પણ છે...