તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:ભરૂચ શહેરમાં સિટી બસની સમસ્યાનો ઉકેલ નહીં લવાય તો મંગળવારથી ચક્કાજામ, જય ભારત ઓટો રિક્ષા એસો.એ ચીમકી ઉચ્ચારી

ભરૂચ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સીટી બસ માતર નગરપાલિકા હદમાં જ ચાલે તેવી માંગ

ભરૂચ શહેરમાં સીટી બસ સેવાના પ્રારંભ બાદ ઓટો રીક્ષા ચાલકોમાં કચવાટ શરૂ થયો છે. જેના વિરોધમાં અગાઉ રીક્ષા ચાલકોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.પરંતુ નગરપાલિકાની હદની બહાર ફરતી સીટીબસોને તાત્કાલિક ધોરણે બંધ કરવા પાલિકા પ્રમુખને રજૂઆતો કરી હતી.જો આમ નહીં કરવામાં આવે તો રીક્ષા ચાલકોએ પરિવાર સહીત રોડ ઉપર ઉત્તરી આવીને ચક્કાજામ કરવાની ચીમકી ઉચ્ચારી છે.

ભરૂચ શહેરમાં મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજના અંતર્ગત વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી સંદર્ભે સીટી બસ સેવાનો મહાનુભાવોના હસ્તે શુભારંભ કરાયો હતો.જેના કારણે શહેરીજનોમાં આનંદની લાગણીઓ ફેલાઈ ગઈ છે. પરંતુ આ સીટી બસ સેવાના પ્રારંભથી શહેરના ફરતા ઓટો રીક્ષા ચાલકોને રોજી રોટી છીનવાઈ જવાના ભયથી ચિંતામાં મુકાયા છે.જોકે સીટી બસના કારણે રીક્ષા ચાલકોની આર્થિક સ્થિતિ નબળી બની હોવાનું પણ જણાવા મળ્યું છે.જેથી સોમવારે જય ભારત ઓટો રીક્ષા એસોસીએસનના સભ્યોએ નગરપાલિકા ખાતે એકત્રિત થઈને ભરૂચ પાલિકા વિરુધ્ધ નારેબાજી કરીને પાલિકાની હદ વિસ્તારની બહાર ફરતી સીટી બસોને તાત્કાલિક ધોરણે બંધ કરી જરૂરત પૂરતી જ સંખ્યામાં બસો તેમજ રૂટ ચલાવવા નક્કી કરવા,તેના સ્ટેન્ડ ઉપરથી જ પેસેન્જરોને બેસાડવા,કોરોનાની સરકારી ગાઈડલાઈનનું પાલન કરીને બસો ચલાવવા સહીતની માંગણીઓ સાથે પાલિકા પ્રમુખ અમિત ચાવડાને રજૂઆતો કરી હતી.જો આ અંગે પાલિકા દ્વારા યોગ્ય નિર્યણ નહીં લેવામાં આવે તો રીક્ષા ચાલકોએ પરિવાર સહીત રોડ ઉપર ઉતરી આવીને ચક્કાજામ કરવાની ચીમકી ઉચ્ચારી છે.

યોગ્ય ચર્ચા વિચારણાઓ બાદ નિર્યણ લેવાશે
ભરૂચના રીક્ષા ચાલકોને તેમની રીક્ષા ચલાવવાના ધંધામાં સીટી બસ સેવાના કારણે પડતી તકલીફો અંગે મને રજૂઆતો કરી છે.પરંતુ સરકારી પરિપત્ર મુજબ સમગ્ર ગુજરાતની દરેક નગરપાલિકામાં આવતા 5 કીમીના હદ વિસ્તારમાં પરિવહન યોજના સરકાર દ્વારા આપવામાં આવી છે.જેથી હાલમાં અમે રીક્ષા ચાલકોની રજૂઆતો અને માંગણીઓ સાંભળી છે. આ સમગ્ર મામલે યોગ્ય ચર્ચા વિચારણાઓ કરીને નિર્યણ લેવામાં આવશે.> આમિત ચાવડા, પ્રમુખ,નગરપાલિકા,ભરૂચ.

બસ ઉભી રહેતા મુસાફરો રીક્ષામાં બેસતા નથી
ભરૂચમાં શહેરમાં 12 બસો દોડી રહી છે.પરંતુ તંત્ર દ્વારા આ બસના રૂટ અને સ્ટેન્ડના કોઈ ચોક્ક્સ આયોજનો થયા નથી.જેથી તેની સીધી અસર શહેર અને તેની સાથે જોડાયેલા વિસ્તારના રીક્ષા ચાલકો ઉપર પડી રહી છે.અગાઉ જ્યાં રીક્ષા સ્ટેન્ડ હતા ત્યાં જ બે થી ત્રણ કલાક સુધી સીટી બસ ઉભી રહે છે.બસ લાંબા સમય સુધી રીક્ષા સ્ટેન્ડ પાસે ઉભી રહેતા મુસાફરો રીક્ષામાં બેસતા નથી. જેથી રીક્ષા ચાલકોને રોજગારી ગુમાવવી પડે છે. > અતુલ મિસ્ત્રી, રીક્ષા ચાલક,ભરૂચ.

અગાઉ સિટી બસ સેવા ખોટ કરતા બંધ કરાઈ હતી
ભરૂચ શહેરીજનોને સસ્તા ભાડામાં મુસાફરી કરવા મળે તે માટે પુનઃ 5 મી જૂન એટલે વિશ્વ પર્યાવરણના દિવસે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે શુભારંભ કરાયો હતો.જોકે અગાઉ વર્ષ 2011માં સિટી બસ સેવા શરૂ કરવામાં આવી હતી.પરંતુ બસના સંચાલકોએ બસને પાલિકાની હદની બહાર બસ દોડાવવા માટે કંપની તરફથી પાલિકા સત્તાધીશોને રજૂઆત કરવામાં આવી હતી.પરંતુ અનેક વારની રજુઆતો કરતા તેમની માંગ ન સંતોષતા કંપનીએ ખોટ જતી હોવાનો હવાલો આપી સીટી બસ સેવા બંધ કરી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...