તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આંદોલનની ચીમકી:જમીનના મૂળ વારસને વળતર નહીં મળે તો આંદોલન કરીશું : પૂર્વ મંત્રી

ભરૂચ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અંભેલના જમીન સંપાદન વિવાદમાં ખુમાનસિંહનો મહેસૂલ વિભાગને પત્ર
  • મૃતકના નામે બોગસ દસ્તાવેજ કરી બે કરોડનું કૌભાંડ આચર્યાનો આક્ષેપ

વાગરાના અંભેલ ગામના ખેડૂતના મૃત્યુ બાદ તેમના નામે બોગસ જમીન દસ્તાવેજ બનાવી જમીન સંપાદન કરાવ્યાનો મામલો પુન: ગરમાયો છે. પુર્વ મંત્રી ખુમાનસિંહ વાંસીયાએ ફરી મહેસુલ વિભાગને પત્ર લખી જમીન માલિકના મુળ વારસદારને હજી સુધી વળતર નહીં મળ્યું હોઇ જો 10 દિવસમાં તે નહીં ચુકવાય તો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી આપી છે.

અંભેલ સહિતના ત્રણ ગામોમાં જીઆઇડીસી દ્વારા જમીન સંપાદનની પ્રક્રિયામાં સ્થાનિક ખેડૂતોના બદલે બહારના ખેડૂતોએ ખરીદેલી જમીનોનું જ સંપાદન થયું હોવાના આક્ષેપ પૂર્વમંત્રી ખુમાનસિંહ વાંસિયાએ કર્યાં છે. તેમાંય અંભેલ ગામના એક ખેડૂત છોટુભાઇ શંકરભાઇના મૃત્યુ બાદ તેના નામનો બોગસ દસ્તાવેજ કર્યો હોવાનો મામલો તેમના ધ્યાનમાં આવતાં 11 ખેડૂતો માટે તેમણે લડત શરૂ કરી હતી.

દરમિયાનમાં બોગસ દસ્તાવેજનો મામલો ગરમાતાં તેનો દસ્તાવેજ રદ કરવાનો હૂકમ કલેક્ટરે કર્યો હતો. ઉપરાંત જમીન સંપાદનના 2 કરોડ રૂપિયા પરત જીઆઇડીસીમાં કરવાની સૂચના આપતાં જમીન ખરીદનારે તે રૂપિયા જમા કરાવી દીધાં છે. જોકે, હજી સુધી મૃતક ખેડૂતના વારસદારોને જમીન સંપાદનના રૂપિયા ચુકવાયાં ન હોઇ જો આગામી 10 દિવસમાં વળતર ન ચૂકવે તો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાસિયાએ ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...