તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:સરકાર ખેડૂતોની માંગ ન સ્વીકારે તો આકસ્મિક કાર્યક્રમ આપવાનું નક્કી

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટેકાના ભાવે મગની ખરીદી ચાલુ કરવા બેઠક

ભરૂચ જિલ્લાના ભરૂચ,વાગરા, જંબુસર અને આમોદ તાલુકામાં મગનું મબલખ ઉત્પાદન થયુ છે. મગના પોષણક્ષમ ભાવ નહિ મળતા ખેડૂતોએ ટેકાના ભાવથી સરકારને ખરીદી કરવા માટે 8 મી જૂનના રોજ આવેદનપત્ર આપ્યુ હતું છતાં સરકારે ખેડૂતોના હિતમાં યોગ્ય નિર્ણય નહિ લેતા ખેડુતોમાં ઉગ્ર રોષ છે.જેના વિરોધમાં ભારતીય કિસાન સંઘે વાગરાના સ્વામિનારાયણ હોલ ખાતે જિલ્લા પ્રમુખ અજીતસિંહ રાજની હાજરીમાં ખેડૂતોની બેઠકનું આયોજન કર્યું હતું.

જેમાં સરકારે જાહેર કરેલા ટેકાના ભાવ રૂપિયા 7196 નક્કી કર્યા છે છતાં અન્નદાતા પાસેથી વેપારીઓ પ્રતિ ક્વિ. રૂા. 1400ના ઓછા ભાવથી ખરીદે છે. સરકારે એમએસપી નક્કી કરી છતાં ખેડૂતોનો માલનું ઉચિત વળતર ન મળતું હોવાથી તાકીદે ખેડૂતોના હિતમાં નિર્ણય લેવા માગ કરી છે.જો સરકાર ખેડૂતોની માંગ ન સ્વીકારે તો આકસ્મિક કાર્યક્રમ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...